‘છૂટાછેડા લેવા હોય તો પત્નીને પાંચ કરોડ રૂપિયા આપો’, સુપ્રીમ કોર્ટે ભરણપોષણ માટે આપ્યા આ 8 આધાર
Supreme Court Divorce Case : સુપ્રીમ કોર્ટમાં આજે અરજદાર પ્રવિણ કુમાર જૈન અને તેમની પત્ની અજૂ જૈનના છૂટાછેડાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે પત્નીને ભરણપોષણ પેટે પાંચ કરોડ રૂપિયા આપવાનો પતિને આદેશ આપ્યો છે.
‘એકસાથે સમાધાન તરીકે પત્નીને પાંચ કરોડ રૂપિયા આપે’
કોર્ટે અરજદાર પતિને કહ્યું છે કે, ‘તેઓ લગ્નબંધન સમાપ્ત કરવા માટે એકસાથે સમાધાન તરીકે પત્નીને પાંચ કરોડ રૂપિયા કાયમી ભરણપોષણ આપે. કોર્ટે તેને એમ પણ કહ્યું છે કે, તેઓ તેમના બાળકોના ભરણપોષણ અને દેખભાળ રાખવાની પૈતૃક જવાબદારીને પણ ધ્યાને રાખે. પિતાએ તેના પુખ્ત પુત્રના ભરણપોષણ અને નાણાકીય સુરક્ષા માટે એક કરોડ રૂપિયાની તૈયારી કરે.
પતિ-પત્નીએ એકબીજા પર કર્યા આક્ષેપ
વાસ્તવમાં પ્રવિણ અને અજૂના લગ્ન થયા બાદ તેઓ છ વર્ષ સુધી સાથે રહ્યા હતા. ત્યારબાદ તેઓ 20 વર્ષથી જુદા રહે છે. પ્રવિણે આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની ક્રૂર છે અને મારા પરિવાર સાથે ઉદાસ જેમ વર્તન કરતી હતી. બીજીતરફ અંજૂએ આક્ષેપ કર્યો છે કે, મારા પ્રત્યે પ્રવિમનો વ્યવહાર સારો ન હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
પતિ-પત્ની બંને લાંબા સમયથી જુદા રહેતા હોવાથી અને તેમની પાસે વૈવાહિક જવાબદારીઓ નિભાવવાની કોઈ તક ન હોવાથી કોર્ટે માન્યું કે, લગ્નનો અર્થ સ્નેહબંધન અને સંબંધ સંપૂર્ણ તૂટી ગયા છે. ત્યારબાદ કોર્ટે કેટલીક શરતોને આધિન છૂટાછેડાની મંજીરી આપી છે.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ પ્રસન્ન વી. વરાલેની બેંચે આ 8 આધાર પર નિર્ણય સંભળાવ્યો છે.
- પતિ અને પત્નીની સામાજિક અને આર્થિક સ્થિતિ
- ભવિષ્યમાં પત્ની અને બાળકોની મૂળભૂત જરૂરિયાતો
- બંને પક્ષોની લાયકાત અને રોજગાર
- આવક અને સંપત્તિના સ્ત્રોત
- સાસરિયાં સાથે રહેતી વખતે પત્નીની રહેણીકરણીનું સ્તર
- શું પરિવારની સંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી છે?
- નોકરી ન કરતી પત્ની માટે કાનૂની લડાઈ માટે વાજબી રકમ
- પતિની આર્થિક સ્થિતિ, તેની કમાણી અને ભરણપોષણની જવાબદારીઓ