સ્માર્ત બ્રાહ્મણોને લઘુમતીનો દરજ્જો આપી શકાય નહિ: સુપ્રીમ કોર્ટ
- સ્માર્ત બ્રાહ્મણ ધાર્મિક સંપ્રદાય નથી: મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
અમદાવાદ, તા. 17
સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં રહેતા સ્માર્ત બ્રાહ્મણોને લઘુમતીનો દરજ્જો આપવાની ના પાડી. આ બાબતને લઈને દાખલ કરેલી અરજીને ના મંજુર કરતા કોર્ટે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના આદેશને જારી રાખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સ્માર્ત બ્રાહ્મણ ધાર્મિક સંપ્રદાય નથી તેથી તેને લઘુમતીનો દરજ્જો આપી શકાય નહિ. ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટની બેન્ચે કહ્યું કે,જો આપણે સ્માર્ત બ્રાહ્મણોને લઘુમતીનો દરજ્જો આપીશું તો આ સ્થિતિમાં આપણી પાસે લઘુમતીનો દેશ હશે.
અગાઉ આ કેસની સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સ્માર્ત બ્રાહ્મણો ભારતના બંધારણના અનુચ્છેદ 26 હેઠળ લાભના હકદાર નથી. કોર્ટે કહ્યું હતું કે,આ સ્પષ્ટ છે કે સ્માર્ત બ્રાહ્મણો કે અન્ય કોઈ નામ કે કોઈ સંગઠન નથી. આ ફક્ત એક જાતી કે સમુદાય છે જેની કોઈ વિશેષ વિશેષતા નથી જે તેમને વિશેષ રૂપથી તમિલનાડુ રાજ્યના અન્ય બ્રાહ્મણોથી અલગ કરે છે. સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સ્માર્ત બ્રાહ્મણ પોતાને એક ધાર્મિક સંપ્રદાય ના કહી શકે. પરિણામે, તે ભારતના બંધારણના અનુચ્છેદ 26 હેઠળ તે લાભના હકદાર નથી .