સુપ્રીમ કોર્ટે 56 વકીલોને આપ્યો વરિષ્ઠ વકીલનો દરજ્જો, CJI-ન્યાયાધીશોની બેઠકમાં નિર્ણય, જુઓ યાદી

કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરાઈ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટે 56 વકીલોને આપ્યો વરિષ્ઠ વકીલનો દરજ્જો, CJI-ન્યાયાધીશોની બેઠકમાં નિર્ણય, જુઓ યાદી 1 - image

Supreme Court Designates Lawyers : સુપ્રીમ કોર્ટે શુક્રવારે 56 વકીલો અને એડવોકેટ્સ-ઑન-રેકોર્ડ (AOR)ની વરિષ્ઠ વકીલ તરીકે નિમણૂક કરી છે. કોર્ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડી જણાવાયું છે કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ શુક્રવાર 19 જાન્યુઆરીએ યોજાયેલી પૂર્ણ અદાલતની બેઠકમાં આ નિર્ણય લીધો છે.

નિમણૂક કરેલા વકીલોની યાદી

  1. ગૌરવ અગ્રવાલ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  2. શોભા ગુપ્તા, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  3. સીતેશ મુખર્જી, એડવોકેટ
  4. અમિત આનંદ તિવારી, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  5. સાકેત સિંહ, એડવોકેટ
  6. અમર પ્રદીપભાઈ દવે, એડવોકેટ
  7. દેવાશિષ ભારુકા, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  8. સ્વરૂપમા ચતુર્વેદી, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  9. ડો. અમન મોહિત હિંગોરાણી, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  10. અભિનવ મુખર્જી, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  11. સૌરભ મિશ્રા, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  12. નિખિલ ગોયલ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  13. સુનીલ ફર્નાન્ડિસ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  14. સુજીત કુમાર ઘોષ, એડવોકેટ
  15. શિખિલ શિવ મધુ સુરી, એડવોકેટ
  16. લિઝ મેથ્યુ (એન્થ્રેપર), એડવોકેટ-ઓન-રેકોર્ડ
  17. સંજય ઉપાધ્યાય, એડવોકેટ
  18. સુધાંશુ શશીકુમાર ચૌધરી, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  19. કરુણા નંદી, એડવોકેટ
  20. પ્રતાપ વેણુગોપાલ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  21. ગગન ગુપ્તા, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  22. રાઘેન્થ બસંત, એડવોકેટ
  23. તપેશ કુમાર સિંઘ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  24. નિશા બાગચી, એડવોકેટ
  25. રઉફ રહીમ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  26. પી.બી. સુરેશ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  27. ઉત્તરા બબ્બર, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  28. ડૉ. જોસેફ એરિસ્ટોટ્લે એસ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  29. શ્રીધર પોતરાજુ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  30. હરિપ્રિયા પદ્મનાભન, એડવોકેટ
  31. ડૉ. કે.બી. સાઉન્દેર રાજન, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  32. જી. સાઈકુમાર, એડવોકેટ
  33. આનંદ સંજય એમ. નુલી, એડવોકેટ
  34. સેંથિલ જગદીસન, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  35. દીપેન્દ્ર નારાયણ રાય, એડવોકેટ
  36. મોહમ્મદ શોએબ આલમ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  37. પીજુષ કાંતિ રોય, એડવોકેટ
  38. અર્ચના પાઠક દવે, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  39. એન.એસ.નેપ્પિનાઈ, એડવોકેટ
  40. અનિલ કૌશિક, એડવોકેટ
  41. એસ જનાની, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  42. નરેશ કૌશિક, એડવોકેટ
  43. આનંદ પદ્મનાભન, એડવોકેટ
  44. ડો. જોસ પોરાથુર, એડવોકેટ
  45. ઉદય ગુપ્તા, એડવોકેટ
  46. શ્રીધર યશવંત ચિતાલે, એડવોકેટ
  47. અનંત વિજય પલ્લી, એડવોકેટ
  48. રૂપેશ કુમાર, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  49. સંજય વસંતરાવ ખરડે, એડવોકેટ
  50. વી પ્રભાકર, એડવોકેટ
  51. અભિજીત સિંહા, એડવોકેટ
  52. અરવિંદ કુમાર શર્મા, એડવોકેટ
  53. શૈલેષ મડિયાલ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  54. શિરીન ખજુરિયા, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  55. રાઘવેન્દ્ર એસ શ્રીવત્સ, એડવોકેટ-ઓન-રેકોર્ડ
  56. અર્ધેન્દુમૌલી કુમાર પ્રસાદ, એડવોકેટ-ઓન-રેકોર્ડ

મુખ્ય ન્યાયાધીશે અભિનંદન પાઠવ્યા

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે (DY Chandrachud) કોર્ટની કાર્યવાહી બાદ નવા એઓઆરને અભિનંદન પાઠવ્યા છે.

AOR દરજ્જો મેળવનાર વકીલો જ SCમાં કેસ દાખલ કરી શકે

એઓઆર પરીક્ષામાં ઘણી મહિલા વકીલો પાસ થતાં તેમણે ખુશી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ માત્ર એઓઆરનો દરજ્જો મેળવનાર વકીલો જ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે.

કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ભલામણ કરી છે કે, કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court)ના મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલે (Prasanna B Varale)ની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવે. કોલેજિયમે બેઠકમાં એ તથ્યો પર વિચારણા કરી કે, ન્યાયાધીશ વરાલે હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોમાંથી એક છે અને અનુસૂચિત જાતિમાંથી આવનારા હાઈકોર્ટના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ છે.


Google NewsGoogle News