'અમે દખલ કરી શકીએ નહીં...' કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી પર SC
Arvind Kejriwal CM Post Removed: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમે આ માંગને ફગાવી દેતા કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. અરજીમાં એવી અપીલ કરવામાં આવી હતી કે, 'અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમને સીએમ પદ પરથી હટાવવા જોઈએ.'
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જો કે કેજરીવાલ પોતે અને અન્ય AAP નેતાઓએ ઘણી વાર કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેશે. એવામાં આ સમયે કોર્ટે આ અરજી ફગાવી છે.
અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે
કોર્ટે આ અરજી એવા સમયે ફગાવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે તેને 5 શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. જો કે, ઘણી વખત કેજરીવાલ પોતે અને અન્ય AAP નેતાઓએ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેશે. આ જ કારણ છે કે ધરપકડ બાદ પણ તેમણે રાજીનામું આપ્યું નથી.
હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી
આ અગાઉ હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટે તેને ફગાવી દેતા કહ્યું કે કોર્ટને રાજકીય મામલામાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે કોર્ટે અરજીકર્તા પર રૂ. 50 હજારનો દંડ પણ લગાવ્યો હતો, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
અમે દખલ કરી શકીએ નહીં - સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે જો લેફ્ટનન્ટ ગવર્નર ઇચ્છે તો તે મામલાની તપાસ કરી શકે છે પરંતુ અમે દખલ કરી શકીએ નહીં. કોર્ટે કહ્યું કે, અમે આ મામલે નિર્ણય કેવી રીતે લઈ શકીએ? કાનૂની અધિકાર નથી. જો એલજી ઇચ્છે તો કાર્યવાહી કરી શકે છે.