NEET-UG 2024 : 'ચુકાદામાં કોઈ ખામી નથી', ફરી નહીં લેવાય પરીક્ષા, SCએ પુનર્વિચારની અરજી ફગાવી
NEET-UG 2024 : NEET-UG પરીક્ષાને લઈને આ વખતે ખુબ હોબાળો થયો, કેટલાક શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન પણ થયા. પરીક્ષામાં ગોટાળાના આરોપ લગાવતા લોકોએ ખુબ નારાજગી વ્યક્ત કરી. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારે (6 નવેમ્બર) 2 ઓગસ્ટના ચુકાદાની સમીક્ષાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. જેમાં કોર્ટે નવેસરથી પરીક્ષાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'રેકોર્ડમાં ઉપલબ્ધ સામગ્રીના આધાર પર ફરી પરીક્ષા લેવી યોગ્ય નથી.' CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ મૌજ મિશ્રાની બેન્ચે ચુકાદાની સમીક્ષાની માગ કરતી અરજીને ફગાવી દીધી.
કાજલ કુમારીએ કરી હતી અરજી
ભારત સંઘના વિરૂદ્ધ કાજલ કુમારી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આ વર્ષના NEET-UG તંત્રની અખંડતાને પડકારી હતી. અરજી કરનારનો તર્ક હતો કે શરૂઆતી કાર્યવાહી દરમિયાન CBIના રિપોર્ટ સહિત મહત્ત્વપૂર્ણ પૂરાવા પર વિચાર કરવામાં આવ્યો હતો.
ચુકાદામાં કોઈ ખામી નથી : સુપ્રીમ કોર્ટ
ત્યારે બેન્ચે કહ્યું કે, 'તેમના ચુકાદામાં કોઈ ખામી નથી. કોર્ટે 23 જુલાઈના પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, NEET-UG પરીક્ષામાં પેપર લીક હજારીબાગ અને પટનામાં થયું હતું, આ તથ્ય પર કોઈ વિવાદ નથી.' CJIએ આદેશ આપતા કહ્યું કે, 'કોર્ટને આ સમગ્ર રીતે સમજમાં આવે છે કે આ વર્ષ માટે NEET-UG પરીક્ષાને ફરી યોજવાના આદેશ આપવો ગંભીર પરિણામોનું કારણ બની શકે છે જે અંદાજિત 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સાથે પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આનાથી ભવિષ્યમાં યોગ્ય તબીબી વ્યાવસાયિકોની ઉપલબ્ધતા પર અસર પડશે.'