Get The App

વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો 1 - image


CJI Chandrachud Farewell : ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના આજે (શુક્રવાર) અંતિમ કાર્ય દિવસ પર સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન CJIએ પોતાના પરિવાર, માતા-પિતા, અંગત જીવનની સાથે કરિયરથી જોડાયેલ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી અને પોતાના અનુભવ પણ સંભળાવ્યા. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, 'અમે જજ તરીકે જટિલ વિષયો પર ચુકાદા આપીએ છીએ, પરંતુ અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમારા નિર્ણયો સામાન્ય નાગરિકોના જીવન પર શું અસર કરે છે.'

CJI થયા ભાવુક

પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતાા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય.

તેમણે કહ્યું કે, 'કાલે સાંજે, જ્યારે મારા રજિસ્ટ્રાર ન્યાયિકે મને પૂછ્યું કે સમારોહનો સમય ક્યારે રાખવામાં આવે, તો મને જણાવવામાં આવ્યું કે તેને બપોરે 2 વાગ્યે રાખી શકાય છે જેથી કેટલાક કેસનો નિકાલ કરી શકાય. મેં વિચાર્યું, શું આ કોર્ટમાં શુક્રવાર બપોરે 2 વાગ્યે કોઈ હશે.'

ચંદ્રચૂડે ભારતીય ન્યાયતંત્રની પરંપરાઓ પ્રત્યે પોતાની પ્રશંસા વ્યક્ત કરતા કહ્યું કે, એક યુવા વકીલ તરીકે તેમણે તર્કોની કલા જોઈ અને કોર્ટમાં કામ કરવાના મહત્ત્વપૂર્ણ ગુણ શીખ્યા. તેમણે કહ્યું કે, અમે અહીં તીર્થયાત્રીની જેમ કામ કરવા માટે છીએ, અને અમારું કામ કોઈ પણ કેસની દિશા નક્કી કરી શકે છે. આ કોર્ટને મહાન જજોએ સજાવી છે અને પોતાની વિરાસતને અહીં છોડી છે.


ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્નાના વખાણ

તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે.

વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો 2 - image

પોતાના કાર્યકાળ દરમિયાન પ્રેરણા સ્ત્રોત પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે, જ્યારે તમે મને પૂછો છો કે મને શું પ્રેરણા આપે છે, તો એજ છે. આ જજ તરીકે એક યાત્રા છે. હું આપ સૌનો આભાર માનું છું, આપ સૌએ મને કાયદા અને જીવન અંગે ખુબ શીખવ્યું. આજે ફણ 45 કેસના નિકાલ થયા, મેં જીવન અંગે ઘણું બધું શીખ્યું.

'જો કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો...'

એક માર્મિક ક્ષણમાં, ચંદ્રચૂડે તમામની માફી માગી, જો ક્યારેય કોઈને મારી કોઈ વાતથી ઠેસ પહોંચી હોય, તો હું માફી માગુ છું, આ ક્યારે મારો ઈરાદો ન હતો. કૃપા કરીને મને માફ કરી દો.

વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો 3 - image

તેમના અંતિમ કાર્યદિવસ પર, વરિષ્ઠ અધિવક્તાઓ અને ન્યાયપાલિકાના સભ્યોએ ભારતના ન્યાયિક ક્ષેત્રમાં તેમની ઊંડી અસર માટે તેમને શ્રદ્ધાંજલિ આપી. તેની સાથે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ પણ સમારોહિક પીઠમાં સ્થાન લીધું. ડીવાય ચંદ્રચૂડને તેમના કાયદાકીય જ્ઞાનની સાથે ન્યાય પ્રત્યે તેના માનવીય દ્રષ્ટિકોણ માટે પણ વખાણવામાં આવ્યા.

વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો 4 - image


Google NewsGoogle News