મરજી વિરુદ્ધ મોબાઈલ પર કોઈની વાતચીત રેકોર્ડ કરી તો થશે જેલ ! હાઈકોર્ટનો મોટો ચુકાદો

જ્યારે કોઈ વ્યક્તિ અન્ય સાથે મોબાઈલ પર વાત કરતું હોય, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ તેની મરજી વિરુદ્ધ ફોન રેકોર્ડિંગ કરે તો તે બંધારણની કલમ 21 હેઠળ ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને આઈટી એક્ટની કલમ 72 મુજબ ગુનો છે.

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
મરજી વિરુદ્ધ મોબાઈલ પર કોઈની વાતચીત રેકોર્ડ કરી તો થશે જેલ ! હાઈકોર્ટનો મોટો ચુકાદો 1 - image

રાયપુર, તા.16 ઓક્ટોબર-2023, સોમવાર

હવે મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરવું ભારે પડી શકે છે. આઈટી એક્ટની કલમ 72 (IT Act Section 72) મુજબ બીજાની મરજી વિરુદ્ધ ફોનમાં રેકોર્ડિંગ (Mobile Phone Recording) કરવું ગુનો બને છે. એક કેસમાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ અન્ય સાથે મોબાઈલ પર વાત કરતું હોય, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ તેની મરજી વિરુદ્ધ ફોન રેકોર્ડિંગ કરે તો તે બંધારણની કલમ 21 હેઠળ ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને આઈટી એક્ટની કલમ 72 મુજબ ગુનો છે. એટલું જ નહીં જો તે વ્યક્તિ ફરિયાદ નોંધાવે તો રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને સજા પણ થઈ શકે છે.

છત્તીસગઢ હાઈકોર્ટે શું કહ્યું ?

ઉલ્લેખનિય છે કે, ફોન ટેપિંગના ચર્ચાસ્પદ કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય બાદ છત્તીસગઢ હાઈકોર્ટે (Chhattisgarh High Court) નીરા રાડિયા દ્વારા પતિ-પત્નિ વિવાદનું મોબાઈલ રેકોર્ડિંગ કરવા મામલે નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, અંગત સંબંધ સાથે જોડાયેલા મામલામાં પણ કોર્ટ મંજુરી વગર મોબાઈલ પર વાતચીત રેકોર્ડ કરવાના પૂરાવા કોર્ટ ન સ્વીકારી શકે. આ બંધારણની કલમ 21 હેઠળ ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન છે. હાઈકોર્ટે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, એવું લાગે છે કે, પતિએ અરજદાર પત્નીની મંજુરી વગર તેમની વાતચીત ટેપ કરી, આવી કાર્યવાહી બંધારણીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.

મામલો શું હતો ?

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાની એક પરિણીતાએ પતિ તરફથી ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટ (Family Court)માં અરજી કરી હતી. તો પતિએ પત્નીના વાતચીતનું રેકોર્ડિંગ ફેમિલી કોર્ટમાં પુરાવા તરીકે રજુ કર્યું હતું, જેમાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ પત્નીએ ફેમિલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી આદેશને રદ કરવાની માંગ કરી. જસ્ટિસ રાકેશ મોહન પાંડેયની સિંગલ બેંચે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કરી આદેશમાં કહ્યું કે, મંજુરી વગર ફોનકૉલ રેકોર્ડ કરવો ગોપનિયાના અધિકારનું ઉલ્લંઘન છે અને બંધારણની કલમ 21 હેઠળ અરજદારના અધિકારોનું પણ ઉલ્લંઘન છે.


Google NewsGoogle News