Get The App

આપણે NRI ક્વૉટાનો ધંધો બંધ કરી દેવો જોઈએ, મેડિકલમાં એડમિશન મુદ્દે સુપ્રીમ કોર્ટની ઝાટકણી

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
Supreme Court


Supreme Court on NRI Quota: સુપ્રીમ કોર્ટે MBBSમાં NRI ક્વૉટા મામલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી. મેડિકલ એડમિશનમાં NRI ક્વૉટાને લઈને આકરી ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે ‘આપણે NRI ક્વૉટાનો ધંધો જ બંધ કરી દેવો જોઈએ. આ એક છેતરપિંડી છે. આપણી એજ્યુકેશન સિસ્ટમ સાથે આપણે શું કરી રહ્યા છીએ!’ 

આ છેતરપિંડી બંધ થવી જોઈએ: સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે મેડિકલમાં એડમિશનને લઈને NRI ક્વૉટાની વ્યાખ્યાને વ્યાપક બનાવવાનું નોટિફિકેશન રદ કરવા માટે પંજાબ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન CJI ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે, 'આપણે છેતરપિંડી બંધ કરવી પડશે. હાઇકોર્ટના આદેશ એકદમ સાચા છે. જો તેના નુકસાનકારક પરિણામો જોઈએ તો, જે ઉમેદવારોના ત્રણ ગણા માર્ક્સ છે તેમને પણ એડમિશન નથી મળ્યું. કેન્દ્ર સરકારે લાઇન પર આવી જવું જોઈએ.'

આ પણ વાંચો: જમીન કૌભાંડમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને ઝટકો, તપાસ પર રોક લગાવવા હાઈકોર્ટનો ઈનકાર

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પણ આડે હાથ લીધી 

આ મામલે જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચે પંજાબ સરકારને પણ આડે હાથ લેતાં ટિપ્પણી કરી હતી કે ‘તમે NRI ક્વૉટાના એડમિશનમાં નજીકના સંબંધીઓ અને આશ્રિતોને પણ સામેલ કરી દીધા છે. આ છેતરપિંડી છે. તમે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને એડમિશન નથી આપી શકતા અને તમારા NRI મામા, કાકા અને માસાના નામે એડમિશન આપી દીધા છે.’ નોંધનીય છે કે, ગયા મહિને પંજાબ સરકારે NRI ક્વૉટામાં આ ફેરફાર કર્યો હતો. 

શું છે આખો મામલો?

બાબા ફરીદ યુનિવર્સિટી ઍન્ડ હેલ્થ સાયન્સે પંજાબ અને ચંડીગઢ રાજ્ય વતી મેડિકલ યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જાહેરાત કરી હતી. તેમાં યુજી ક્વૉટા માટેની છેલ્લી તારીખ 16 ઑગસ્ટ અને પંજાબ રાજ્ય માટે 15 ઑગસ્ટ દર્શાવાઈ હતી. તે અરજીમાં કહેવાયું હતું કે, રાજ્ય સરકારે 20 ઑગસ્ટે ફોર્મ જમા કરાવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. આ સિવાય NRI ક્વૉટાના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. 

આ અંગે એવો આરોપ છે કે NRI ક્વૉટાની સીટ ખાલી રહી ત્યારે અન્ય ઉમેદવારોને NRI ક્વૉટા દ્વારા એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

એમબીબીએસની જનરલ સીટ ઘટાડાઈ

અરજદારોએ તેમની અરજીમાં કહ્યું છે કે 22 ઑગસ્ટે એક નોટિફિકેશન અપાયું. ત્યાર પછી NRI ક્વૉટા 15 ટકા કરાયો. આરોપ છે કે, ડૉ. બી. આર. આંબેડકર સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ મેડિકલ સાયન્સ-મોહાલીમાં એમબીબીએસની સીટ ઘટાડી દેવાઈ હતી. તેને NRI ક્વૉટા બનાવી દેવાયો. તેથી એડમિશનની જે જાહેરાત કરાઈ હતી, તે પ્રમાણે એડમિશન નથી થયા. તેને વચ્ચેથી જ બદલી દેવાયા હતા. 

જાણો કેટલો છે NRI ક્વૉટા

હાલ પંજાબમાં એમબીબીએસમાં NRI ક્વૉટામાં 185 છે અને બીડીએસની 196 સીટ છે. બીજી તરફ, પંજાબની મેડિકલ કૉલેજોમાં NRI માટે પહેલેથી જ સીટ અનામત છે. 

આપણે NRI ક્વૉટાનો ધંધો બંધ કરી દેવો જોઈએ, મેડિકલમાં એડમિશન મુદ્દે સુપ્રીમ કોર્ટની ઝાટકણી 2 - image


Google NewsGoogle News