Get The App

બુલડોઝર એક્શન મુદ્દે યોગી સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ પણ ખુશ, જુઓ વખાણ કરતા શું કહ્યું?

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
બુલડોઝર એક્શન મુદ્દે યોગી સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ પણ ખુશ, જુઓ વખાણ કરતા શું કહ્યું? 1 - image


SC on Bulldozer action:  સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલાં બુલડોઝર એક્શન પર કડક સવાલ કર્યાં હતાં. કોર્ટે કહ્યું કે, કોઈપણ આરોપી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી તેના ઘર પર બુલડોઝર ચલાવવું વાજબી નથી. કોર્ટના આદેશ બાદ યુપી સરકારે પોતાનો જવાબ દાખલ કર્યો છે. યોગી સરકારે રજૂ કરેલાં સોગંદનામાના સુપ્રીમ કોર્ટે વખાણ કર્યાં છે. 

આ પણ વાંચોઃ બંગાળમાં દુષ્કર્મીઓને મળશે મોત: મમતા સરકારનું 'અપરાજિતા' બિલ પાસ, જાણો 10 મોટી વાત

યોગી સરકારે આપ્યો જવાબ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે સોગંદનામામાં લખ્યું કે, કોઈપણ ઘર કાયદાકીય પ્રક્રિયા વિના તોડવામાં નથી આવતું. તેમજ ગૃહ વિભાગના વિશેષ સચિવે એફિડેવિટમાં લખ્યું કે, કોઈપણ સ્થાવર મિલકતને કાયદાકીય પ્રક્રિયા દ્વારા ધ્વસ્ત કરી શકાય છે અને અમે તેનું પાલન કરી રહ્યા છીએ. 

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, ગુનામાં દોષી સાબિત થવાથી ઘર પાડી ન શકાય. તેઓએ સ્પષ્ટતા કરી કે, જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, તે ગેરકાયદેસર કબ્જો અથવા નિર્માણના કારણે નિશાના પરે છે, ગુનાના આરોપના કારણે તેના પર એક્શન લેવામાં આવ્યા નથી.

સુપ્રીમ કોર્ટે કર્યાં વખાણ

સુપ્રીમ કોર્ટે યોગી સરકારના જવાબ પર ખુશી વ્યક્ત કરી અને સોગંદનામામાં અપનાવવામાં આવેલા વલણના વખાણ કર્યાં. કોર્ટે બુલડોઝર એક્શનના મામલે દેશ માટે અમુક દિશા-નિર્દેશ રજૂ કરવાની પણ વાત કરી છે. આ મામલે કોર્ટે પક્ષકારોના વકીલો પાસે પણ સલાહ માંગી છે. 

આ પણ વાંચોઃ 'નહેરુએ જણાવ્યું કે શિવાજીએ સુરતને લૂંટ્યું પણ ખરેખર તો...': ભાજપના કદાવર નેતાના નિવેદનથી નવો વિવાદ નક્કી

સુપ્રીમ કોર્ટે માંગી સલાહ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે પણ પક્ષકાર સલાહ આપવા ઈચ્છે છે, તે મધ્ય પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ નચિકેતા જોશીના ઈમેલ આઈડી sr.adv.nachiketajoshi@gmail.com પર મોકલે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ ગેરકાયદેસર બાંધકામને સંરક્ષણ નહીં આપવામાં આવે. આ મામલે આગળની સુનવણી હવે 17 સપ્ટેમ્બરે કરવામાં આવશે.



Google NewsGoogle News