Get The App

NEET UG કાઉન્સેલિંગ રદ કરવાની સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ના, કહ્યું - ....તો બધું રદ થઈ જશે

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
NEET UG Conselling


NEET UG Counselling 2024: સુપ્રીમ કોર્ટે આજે ફરીથી NEET UG 2024 કાઉન્સેલિંગ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો 5 મેના રોજ આયોજિત પરીક્ષા રદ્દ થશે તો તમામ પ્રક્રિયા આપોઆપ રદ થઈ જશે. સુપ્રીમ કોર્ટે અન્ય અરજીઓ પર પણ NTAને નોટિસ જારી કરી તેનો જવાબ માંગ્યો છે. જો કે, કાઉન્સેલિંગ પ્રક્રિયા 6 જુલાઈએ શરૂ થવાની છે. જ્યારે સુપ્રીમ કોર્ટે હજી સુધી પરિક્ષા રદ કરવા અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.

આજે સુપ્રીમ કોર્ટે NEET-UG કેસમાં દાખલ અરજીઓ પર પણ સુનાવણી કરી હતી. જેમાં જસ્ટિસ વિક્રમ નાથના નેતૃત્વ હેઠળની બેન્ચ સમક્ષ NEET UGની કાઉન્સેલિંગ પ્રક્રિયા રોકવા માગ કરાઈ હતી. જો કોર્ટ કેસની સુનાવણી કર્યા બાદ 5મેની પરીક્ષા રદ કરવાનો આદેશ આપે તો આગળની તમામ પ્રક્રિયા આપોઆપ રદ થઈ જશે. બાકીની અરજીઓ પર સુનાવણી 8 જુલાઈએ હાથ ધરાશે.

NEET UG કાઉન્સેલિંગ પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થશે

NEET UGની કાઉન્સેલિંગ પ્રક્રિયા 6 જુલાઈથી નિર્ધારિત મુજબ શરૂ થશે, જ્યારે NEET પેપર લીક કરવા, પરીક્ષા રદ કરવા, CBI તપાસની માગણી અને અન્ય અનિયમિતતાઓ અંગે દાખલ કરાયેલી અનેક અરજીઓની સુનાવણી 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થવાની છે. બીજી તરફ, NTA એ 6 પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેલા 1563 ઉમેદવારોના ગ્રેસ માર્કસ રદ કર્યા છે અને તેમને બે વિકલ્પો આપ્યા છે. આ ઉમેદવારો કાં તો ફરીથી NEET પરીક્ષા (જે 23 જૂન, 2024ના રોજ યોજાશે) માટે હાજર થઈ શકે છે અથવા 6 જુલાઈથી કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ગ્રેસ માર્કસ વિના સ્કોર્સ સાથે ભાગ લઈ શકે છે. ઉલ્લેખનીય છે, NEET UG રિ-ટેસ્ટનું પરિણામ 30 જૂને જાહેર થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા રદ કરવા, કાઉન્સેલિંગ પ્રક્રિયા પર પ્રતિબંધ અને પરીક્ષામાં કથિત ગેરરીતિઓની CBI તપાસની માગણી કરતી કેટલીક વધુ અરજીઓ પર NTA નોટિસ જારી કરી છે.

અગાઉ, સુપ્રીમ કોર્ટે NTA દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર અરજીઓ પર નોટિસ પણ જારી કરી હતી. આ અરજીઓમાં દેશના વિવિધ રાજ્યોની વિવિધ હાઈકોર્ટમાં ચાલી રહેલા NEET-UG કેસોની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી હતી. આ અરજીઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટ, દિલ્હી, રાજસ્થાન, અલ્હાબાદ હાઈકોર્ટ, કલકત્તા હાઈકોર્ટ અને છત્તીસગઢ હાઈકોર્ટની જબલપુર બેંચમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં પેપર લીક સહિત NEET પરીક્ષાઓમાં અનેક ગેરરીતિઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  NEET UG કાઉન્સેલિંગ રદ કરવાની સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ના, કહ્યું - ....તો બધું રદ થઈ જશે 2 - image


Google NewsGoogle News