VIDEO : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ઘર્ષણ, કોંગ્રેસ-RLPના સમર્થકો બાખડ્યા, ડંડા ઉછળ્યા

કોંગ્રેસ અને RLPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી શરૂ થતા પોલીસ દોડતી થઈ

બેનીવાલના ભાષણ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ મિર્ધા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરતા મામલો બિચક્યો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
VIDEO : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ઘર્ષણ, કોંગ્રેસ-RLPના સમર્થકો બાખડ્યા, ડંડા ઉછળ્યા 1 - image

જયપુર, તા.16 ઓક્ટોબર-2023, સોમવાર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election) નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષો વચ્ચે ઘર્ષણની પણ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે રાજ્યમાં કોંગ્રેસ અને આરએલપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. આજે નાગૌર સાંસદ તેમજ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના સુપ્રીમો હનુમાન બેનીવાલ  અને કોંગ્રેસ (Congress) નેતા રિછપાલ મિર્ધા (Richpal Singh Mirdha)ના સમર્થકો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસ-RLPના કાર્યકર્તાઓએ મારામારી શરૂ કતા પોલીસ દોડતી થઈ

નાગૌર જિલ્લાના ડેગાનામાં આજે સાંજે સાંસદ હનુમાન બેનીવાલ (Hanuman Beniwal)નું ભાષણ ચાલી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ રિછપાલ મિર્ધા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા... આ વાતને લઈને મિર્ધા તેમજ બેનીવાલના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ ને ત્યાર બંને પક્ષના કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા અને મારામારી શરૂ કરવા લાગ્યા. જોકે ઘટનાસ્થળે ઉપસ્થિત પોલીસ જવાનોના કાફલાએ તુરંત બંને પક્ષો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત પાળવાનો પ્રયાસ કરી બંને પક્ષોના કાર્યકર્તાઓને વિખેર્યા...

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે (Election Commission) આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં 7 નવેમ્બર, છત્તીસગઢ (Chhattisgarh)માં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાન (Rajasthan)માં 23 નવેમ્બર, તેલંગણા (Telangana)માં 30 નવેમ્બરે અને મિઝોરમ (Mizoram)માં 7 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.


Google NewsGoogle News