સની લિયોને આપી યુપી પોલીસ ભરતીની પરીક્ષા? ફોટા સાથેના એડમિટ કાર્ડની તસવીર વાયરલ
એસપી અમિત કુમાર આનંદે પોલીસ વિભાગને તપાસના આદેશ આપ્યા છે
Image:Social Media |
Sunny Leone U.P Police Admit Card Viral : ઉત્તર પ્રદેશમાં હાલ પોલીસ ભરતીની પરીક્ષા ચાલી રહી છે, જેમાંથી એક 'વિદ્યાર્થી'નું એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ એડમિટ કાર્ડ જે વ્યક્તિનું છે તે ખુબ ચર્ચામાં છે, કારણ કે આ એડમિટ કાર્ડ કોઈ બીજાનું નહીં પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનનું છે. વાયરલ એડમિટ કાર્ડ જોયા બાદ એસપી અમિત કુમાર આનંદે પોલીસ વિભાગને તપાસના આદેશ આપ્યા છે.
એડમિટ કાર્ડ પર સની લિયોનની તસવીર
ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગ દ્વારા એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે. તેમાં સની લિયોનની તસવીર, તેનું નામ, પત્રવ્યવહાર માટેનું સરનામું મુંબઈ અને બીજું સરનામું કાસગંજ લખેલું છે. પરીક્ષા કેન્દ્ર સોન શ્રી સ્મારક બાલિકા મહાવિદ્યાલય, મંડી બજાર તિરવા કન્નૌજ છે, જેમાં એક્ટ્રેસ પરીક્ષા આપશે. આ ઉપરાંત તેમાં માતા - પિતાનું નામ, પિન કોડ, આધાર નંબર, લિંગ, પરીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર અને પરીક્ષા કોડ પણ લખવામાં આવ્યું છે.
સની લિયોનના નામે અરજી કરી કોઈએ કરી ચેડા
એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે, “પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. સની લિયોનના નામે અરજી કરનારે ચેડા કરી છે, પરંતુ નામ અને ફોટો જોયા વગર એડમિટ કાર્ડ આપવામાં પોલીસ વિભાગ પણ બેદરકારી દાખવી રહ્યું છે. આ બાબતની માહિતી ઉત્તર પ્રદેશ ભરતી અને પ્રમોશન બોર્ડ, લખનઉને આપવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવશે અને સની લિયોનના નામથી અરજી કરનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવશે કે તેણે આ કૃત્ય શા માટે કર્યું.