Get The App

'તમારો ભાઈ ખૂબ મજબૂત છે...', કેજરીવાલના પત્નીએ ભાવુક થઈને વાંચી સંભળાવ્યો પત્ર

- સુનીતા કેજરીવાલે વીડિયો સ્ટેટમેન્ટ જારી કર્યું

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
'તમારો ભાઈ ખૂબ મજબૂત છે...', કેજરીવાલના પત્નીએ ભાવુક થઈને વાંચી સંભળાવ્યો પત્ર 1 - image


નવી દિલ્હી, તા. 23 માર્ચ 2024, શનિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કર્યું છે. આ વીડિયોમાં તેમણે પોતાના પતિ અરવિંદ કેજરીવાલનો પત્ર દેશવાસીઓ સામે વાંચ્યો. આ પત્રને તેમણે જેલમાંથી લખ્યો છે. સુનીતા કેજરીવાલે ભાવુક થઈને આ પત્ર વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે, તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે એક સંદેશ મોકલ્યો છે. 

હું જલ્દી બહાર આવીશ

સુનીતા કેજરીવાલે વીડિયો સ્ટેટમેન્ટ જારી કરતા કહ્યું કે, તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે એક સંદેશ મોકલ્યો છે. તેઓએ કહ્યું છે કે, મારા પ્રિય દેશવાસીઓ મારી ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું કે બહાર પરંતુ હું દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ. મારા જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત છે. આ ધરતી પર મારો જન્મ જ સંઘર્ષ માટે થયો છે, અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો છે અને હજુ આગળ પણ મારા જીવનમાં મોટા-મોટા સંઘર્ષો લખ્યા છે તેથી આ ધરપકડ મને આશ્ચર્યમાં નથી મૂકી રહી. મને તમારો ખૂબ જ પ્રેમ મળ્યો છે. મેં આગલા જન્મમાં ખૂબ પુણ્ય કર્યા હશે તેથી હું ભારત જેવા મહાન દેશમાં જન્મ્યો. આપણે સાથે મળીને ફરીથી ભારતને મહાન દેશ બનાવવાનો છે. ભારતને આપણે વિશ્વનો સૌથી શક્તિશાળી અને નંબર વન દેશ બનાવવાનો છે. ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે ભારતને કમજોર કરી રહી છે. આપણે આ શક્તિઓને હરાવવાની છે અને ભારતમાં જ ઘણા એવા લોકો છે અને શક્તિ છે જે દેશભક્ત છે જે દેશને આગળ વધારવા માગે છે. આ શક્તિ સાથે જોડાવાનું છે અને તેને વધુ મજબૂત કરવાનું છે. મારી દિલ્હીની માતા અને બહેનો વિચારતી હશે કે, તેમને પુત્ર-ભાઈ જેલમાં ચાલ્યો ગયો તો તેમને 1000 રૂપિયા મળશે કે, નહી? હું તેમને કહેવા માગુ છું કે, એવું કોઈ વચન છે જે તમારા પુત્ર-ભાઈએ આપ્યું હોય અને તે પુરું ન કર્યું હોય. હું જલ્દી બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ. તમારો દીકરો-તમારો ભાઈ લોખંડનો બનેલો છે ખૂબ જ મજબૂત છે. બસ એક વિનંતી છે કે, એક વાર મંદિર જરૂર જજો અને ભગવાન પર મારા માટે આશીર્વાદ માગજો. કરોડો લોકોની દુઆ મારી સાથે છે અને આ જ મારી તાકાત છે. હું દિલ્હીનું એક પણ કામ અટકવા નહીં દઈશ. તમામ AAP કાર્યકર્તાઓને પણ કહેવા માગુ છું કે, દેશની સેવા કરો અને બીજેપી વાળાને નફરત ના કરો. તે આપણા જ ભાઈ-બહેન છે. 

ગઈકાલે PM મોદી પર સાધ્યુ હતું નિશાન

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી સુનીતા કેજરીવાલ ખૂબ જ એક્ટિવ છે. તેમણે શુક્રવારે પણ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તમારા ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની મોદીએ સત્તાના ઘમંડમાં ધરપકડ કરાવી છે. તેઓ બધાને crush કરી રહ્યા છે. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. તમારા મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે ઉભા રહ્યા છે. તેઓ અંદર રહે કે બહાર તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા જનાર્દન છે બધું જ જાણે છે.


Google NewsGoogle News