Get The App

હવે સુનિતા કેજરીવાલનો વારો, અરવિંદ કેજરીવાલના વિવાદનું કનેક્શન, હાઈકોર્ટમાં અરજી દાખલ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
હવે સુનિતા કેજરીવાલનો વારો, અરવિંદ કેજરીવાલના વિવાદનું કનેક્શન, હાઈકોર્ટમાં અરજી દાખલ 1 - image
Image Twitter 

Petition in Delhi High Court Against Sunita Kejriwal : અરવિંદ કેજરીવાલ બાદ હવે તેમના પત્ની સુનીતા કેજરીવાલ પણ એક કેસમાં ફસાતાં જોવા મળી રહ્યા છે. તેમની વિરુદ્ધ  દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. તેમના પર વીડિયો કોન્ફરન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વીડિયો X પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યો 

અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે, તા. 28 માર્ચ 2024ના અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલ જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન સુનીતા કેજરીવાલ અને અન્ય લોકોએ કોર્ટની કાર્યવાહીનો વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં આ  વીડિયોને  #MoneyTrailExposedByKejriwal હેશટેગ X હેન્ડલ પર મુકવામાં આવ્યો છે.

એક વકીલે અરજી દાખલ કરી હતી

આ અરજી એડવોકેટ વૈભવ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ રીતે કોર્ટની કાર્યવાહીને રેકોર્ડ કરવી એ માનનીય કોર્ટની છબી ખરાબ કરવાની કોશિશ છે. અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  આ પ્રકારની કાર્યવાહીથી લોકોને કાયદો અને વ્યવસ્થા પરનો વિશ્વાસ ડગમગી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે, કે અરવિંદ કેજરીવાલ પોતાના વાત રજુ કરી રહ્યા છે, અને જજ વાત સાંભળી રહ્યા છે. આ વીડિયો લગભગ 10 મિનિટનો છે.

એડવોકેટ વૈભવે તેમની અરજીમાં કહ્યું છે કે, આમ આદમી પાર્ટીના સભ્યોએ જાણી જોઈને કોર્ટની કાર્યવાહીનો વીડિયો બનાવ્યો, જ્યારે તેમને સારી રીતે ખબર છે કે, કોર્ટમાં મોબાઈલ ફોન લઈ જવાની પણ મંજૂરી નથી. તેમ છતાં પણ વીડિયો બનાવ્યો છે, અરે વીડિયો બનાવવાની વાત તો છોડો, કોર્ટની કાર્યવાહી આટલી ખુલ્લેઆમ જાહેર કરવાનો શું હેતુ હોઈ શકે? તેમણે માત્ર વિડિયો બનાવીને તેને પબ્લિશ પણ કર્યો છે. ખરેખર આ નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કર્યું છે. એટલે તેમના પર આના માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.


Google NewsGoogle News