મુખ્યમંત્રીની મિમિક્રી કરવી ભારે પડી! RJDના MLCની સદસ્યતા ખતમ, જાણો શું છે મામલો
RJD MLC Lost Membership : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને વિધાન પરિષદના સભ્ય સુનિલ કુમારને MLC સભ્યપદ ગુમાવવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની નકલ કરી હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર આરોપને ધ્યાનમાં રાખીને અધ્યક્ષ દ્વારા તેમને વિધાન પરિષદમાંથી બરતરફ કરવાની મંજૂરી આપી દીધી છે. સુનીલ કુમાર પર સીએમ નીતિશ કુમાર વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
શું હતો આખો મામલો
13 ફેબ્રુઆરી, 2024ના રોજ રાજ્યપાલના સંબોધન વખતે સુનીલ કુમારે મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈને જેડીયુના MLC ભીષ્મ સાહનીએ નીતિશ કુમાર પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે આચાર સમિતિમાં ફરિયાદ કરી હતી. જેમાં વિધાન પરિષદની આચાર સમિતિને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે આચાર સમિતિના ચેરમેન પ્રોફેસર રામવચન રાયે અધ્યક્ષને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં MLC પર લાગેલા આરોપ યોગ્ય ઠેરવીને શિસ્તભંગ કરવા માટે વિધાન પરિષદમાંથી બરતરફ કરી દેવામાં આવ્યાં છે.
RJDના MLC પર લાગ્યા હતા આરોપ
રાષ્ટ્રીય જનતા દળના (RJD) MLCની મો. કારી સાહેબ વિરુદ્ધમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તેમણે પોતાની ભૂલને સ્વીકારીને માફી માંગી હતી. જેમાં તેમને આચાર સમિતિના આધારે આગલા સત્ર માટે બે દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ, એક વર્ષમાં વિધાન પરિષદમાંથી સભ્યપદ ગુમાવનાર RJD બીજા સભ્ય છે. અગાઉ પણ RJDની ભલામણને ધ્યાનમાં રાખીને રામબલી સિંહનું સભ્યપદ પણ ખતમ કરવામાં આવ્યું હતું.