રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કેજરીવાલ સરકારની દર મહિને 'સુંદરકાંડ' યોજવાની જાહેરાત

મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના 2600 સ્થળે સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કેજરીવાલ સરકારની દર મહિને 'સુંદરકાંડ' યોજવાની જાહેરાત 1 - image


Sunderkand in Delhi: અયોધ્યા રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે જાહેરાત કરતા જણાવ્યું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી હનુમાન ભક્તિ અને દર મહિને મંગળવારે દિલ્હીના 2600 સ્થળે સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે.

16મી જાન્યુઆરીથી સુંદરકાંડની શરૂઆત થશે

સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે,’દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ એક નવું સંગઠન બનાવ્યું છે, જે અંતર્ગત સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે.આપના ધારાસભ્યો અને નેતાઓ પોતાના સ્તરે સુંદરકાંડનું આયોજન કરતા હતા. હવે આ માટે એક નવું સંગઠન બનાવવામાં આવ્યું છે. સુંદરકાંડનો કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવશે. 16મી જાન્યુઆરીએ તમામ વિધાનસભાઓમાં પક્ષના ધારાસભ્યો, કાઉન્સિલરો અને સંગઠનના અધિકારીઓ સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હું દિલ્હીના લોકોને આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આમંત્રિત કરું છું.દર મહિનાના પહેલા મંગળવારે તેનું આયોજન વિધાનસભા સ્તરે, પછી વોર્ડ સ્તરે અને પછી મંડલ સ્તરે કરવામાં આવશે. જો દરેક વિભાગમાં એક કાર્યક્રમ હશે તો દર મહિને 2600થી વધુ સ્થળોએ સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2020માં સૌરભ ભારદ્વાજે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં દર મહિને હનુમાન ચાલીસાના આયોજનની જાહેરાત કરી હતી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાને હનુમાન ભક્ત ગણાવતા રહ્યા છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલ હનુમાન મંદિરમાં જઈને પૂજા કરતા જોવા મળ્યા હતા.


Google NewsGoogle News