દેશમાં વધી રહ્યા છે ACમાં આગ લાગવાના કેસ, બચવું હોય તો ક્યારેય ન કરવી જોઈએ આ 4 ભૂલો

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
દેશમાં વધી રહ્યા છે ACમાં આગ લાગવાના કેસ, બચવું હોય તો ક્યારેય ન કરવી જોઈએ આ 4 ભૂલો 1 - image


Air Conditioner Short Circuit : સમગ્ર દેશમાં ગરમી એવી રીતે વધી રહી છે, કે જાણે કોઈની સાથે દુશ્મની કાઢી રહી હોય. ભારતના કેટલાક ભાગોમાં તો તાપમાનનો પારો 50 ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે. જે એક રેકોર્ડબ્રેક કહેવામાં આવી રહ્યું છે. આટલી ભીષણ ગરમીમાં કુલર અને એસી પણ બરોબર કામ કરતાં નથી. આ ઉપરાંત વધુ પડતી ગરમીના કારણે મશીનમાં ખામી સર્જાવાનો ભય પણ રહે છે અને ઘણી જગ્યાએ એસીમાં આગ લાગી હોવાના સમાચારો પણ સામે આવ્યા છે. ઉનાળામાં સૌથી વધારે આગ લાગવાના સમાચાર શોર્ટ સર્કિટના કારણે નોંધાય છે. આ બધું વીજળીના ઓવરલોડ અને એપ્લાયંસના ઓવરહિટીંગના કારણે થાય છે.

AC ને સતત ચાલુ રાખવું જોખમકારક

સતત વધતી ગરમીમાં દરેક વ્યક્તિ આખો દિવસ એર કંડિશનરમાં બેસીને કામ કરવા માંગે છે. જેથી લોકો હંમેશા એસી ચાલુ રાખે છે અને એ નથી વિચારતા કે એ પણ એક મશીન છે અને જો તેને પણ આરામ આપવો જોઈએ, જો તમે તેને આરામ નહીં આપો તો તે વધારે ગરમ થઈ જશે. મોટાભાગે આપણે સૌ આ ભૂલ કરતાં હોઈએ છીએ. જો સતત AC ચાલુ રાખવામાં આવે તો તે ઝડપથી ગરમ થાય છે, અને તેના કારણે તેમાં આગ લાગી જાય છે. એટલે વચ્ચે થોડો સમય AC બંધ રાખવું જોઈએ, જેથી કરીને મશીન ઠંડું થતું રહે.

ફિલ્ટર- 

આપણે સતત ACમાં બેસીને કામ કરવાનું ઈચ્છતા હોઈએ છીએ. અને એક મહિના સુધી તેમાંથી ઠંડી હવા પણ લેતા રહીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો એવા છે, જે ACના ફિલ્ટર પર ધ્યાન નથી આપતા. અને  ACના ફિલ્ટર પર ધૂળનું જાડું પડ જામી જાય છે. તે પછી તેને સાફ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે, અને તેના કારણે AC પણ વધુ ગરમ થાય છે. એટલે સમયાંતરે AC ફિલ્ટરને સાફ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

આઉટડોર યુનિટની સફાઈ

સ્પ્લિટ એસીના આઉટડોર યુનિટને ટેરેસ અથવા બાલ્કનીમાં રાખવામાં આવે છે. તેથી તેમાં પાંદડા અથવા કોઈપણ કચરો સરળતાથી પ્રવેશી શકે છે, અને પછી તે કોઈને કોઈ જગ્યાએ ચોટી જાય છે. જો આઉટડોર યુનિટની હવા બ્લોક થાય છે તો, તે ઝડપથી ગરમ થઈ જાય છે.  તેથી કચરાને પાઇપ અથવા સ્પ્રે વોટરથી ખૂબ જ સરળતાથી સાફ કરો.

જગ્યા ઓછી હોવી  

તમારે એ ખાસ જોવું કે, જ્યાં પણ આઉટડોર યુનિટ મૂક્યું છે, ત્યાં તેની આસપાસ ઓછામાં ઓછી 2 ફૂટ ખાલી જગ્યા હોવી જોઈએ જેથી હવાનો ફ્લો ચાલુ રહે.

એક્સ્ટેંશન બોર્ડ 

કોઈપણ પ્રકારના એર કંડિશનર માટે અલગ સર્કિટ હોવી ખૂબ જ જરૂરી છે.  એટલા માટે સલાહ આપવામાં આવે છે કે, ACને એક્સ્ટેંશન બોર્ડ અથવા વાયર સાથે કનેક્ટ કરીને ક્યારેય ન ચલાવવુ જોઈએ નહીં. આમ કરવાથી સર્કિટ પર વધુ લોડ પડે છે, અને તે વધુ ગરમ થવાનું કારણ બની શકે છે. જે શોર્ટ સર્કિટ અથવા આગનું કારણ બની શકે છે.


Google NewsGoogle News