સતત 3 વખત જીત્યાં બાદ ઉમેદવારની એક ભૂલ ભારે પડી, ભાજપે ગઢ સમાન બેઠક ગુમાવી હતી

1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સુલતાનપુર બેઠક પરથી ઉતારેલા ઉમેદવાર ફોર્મ ભરવા જ ન પહોંચ્યા

1952 બાદ સુલતાનપુરમાં કોંગ્રેસે 8, ભાજપે 5, BSPએ બે, જનતા પાર્ટી અને જનતા દળે 1-1 વખત જીત નોંધાવી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
સતત 3 વખત જીત્યાં બાદ ઉમેદવારની એક ભૂલ ભારે પડી, ભાજપે ગઢ સમાન બેઠક ગુમાવી હતી 1 - image

Lok Sabha Elections 2024 : દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણીઓ શરૂ થવાની છે અને ચાર જૂને પરિણામ જાહેર થવાનું છે, ત્યારે ચૂંટણી ટાણે હંમેશા ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ની સુલતાનપુર બેઠક (Sultanpur Seat)ની ચર્ચા થતી હોય છે. સુલતાનપુર બેઠક 1952માં અસ્તિત્વમાં આવ્યા બાદ કોંગ્રેસે 1971 સુધી એટલે કે સતત પાંચ ટર્મ સુધી સત્તા બનાવી રાખી હતી. જોકે આ બેઠક 1999માં ખુબ ચર્ચાસ્પદ બની હતી, કારણે કે સતત ત્રણ ટર્મથી જીતતી BJPએ ચૂંટણી લડ્યા વગર આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.

ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા ન પહોંચ્યા

વર્ષ 1999ની ચૂંટણીમાં ભાજપે સુલતાનપુર બેઠક પરથી ગોંડાના રહેવાસી વરિષ્ઠ નેતા સત્યદેવ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા સમય સુધી ચૂંટણી અધિકારી પાસે પહોંચી શક્યા ન હતા. તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ/ચૂંટણી અધિકારી અનુરાગ શ્રીવાસ્તવે વિલંબના કારણોસર તેમનું ઉમેદવારી પત્ર રદ કરી દીધું હતું.

ભાજપનો ઉમેદવાર ચૂંટણી લડ્યા વગર જ મેદાનમાંથી આઉટ

ભાજપના ઉમેદવારનું પત્ર રદ થતા ઘણો વિવાદ થયો હતો. એટલું જ નહીં રાજ્યમાં ભાજપની જ સરકાર હતી અને મુખ્યમંત્રી કલ્યાણ સિંહ હતા, તેમ છતાં તેઓ સુલતાનપુર બેઠક પરથી પોતાના ઉમેદવારને મેદાનમાં ન ઉતારી શક્યા. તે સમયે ભાજપના ટોચના નેતાઓ અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણી સાથે કલ્યાણ સિંહનું મનમેળ ન હોવાની ચર્ચાઓ હતી. ત્રણ ટર્મથી જીતવા છતાં ચોથી ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર લડ્યા વગર મેદાનમાંથી બહાર થઈ જતા ભાજપ નેતાઓ-કાર્યકર્તાઓ ઘણા નિરાશ થયા હતા. પરંતુ આ ચૂંટણીનો સૌથી મોટો લાભ બહુજન સમાજવાદી પાર્ટીએ ઉઠાવ્યો.

ભાજપ ઉમેદવાર આઉટ થતા બસપાને થયો લાભ

ભાજપનો ઉમેદવાર ચૂંટણી મેદાનમાં બહાર થઈ જવાનો સૌથી મોટો લાભ બહુજન સમાજવાદી પાર્ટીને થયો હતો. આ ચૂંટણીમાં બીએસપીના ઉમેદવાર જયભદ્ર સિંહની સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રામ લખન વર્મા સામે જીત થઈ હતી. બસપાને 1,73,558 મતો જ્યારે સપાને 1,58,959 મતો મળ્યા હતા. આ સાથે બસપાએ સુલતાનપુ બેઠક પર પ્રથમ જીત નોંધાવી હતી.

સુલતમાન લોકસભા બેઠક પર અત્યાર સુધીની ચૂંટણીના વિજેતા ઉમેદવારોની યાદી?

  • 1952 - બી.વી.કેસકર - કોંગ્રેસ
  • 1957 - ગોવિંદ માલવિયા - કોંગ્રેસ
  • 1962 - કુંવર કૃષ્ણ વર્મા - કોંગ્રેસ
  • 1967 - ગણપત સહાય - કોંગ્રેસ
  • 1971 - કેદારનાથ સિંહ - કોંગ્રેસ
  • 1977 - ઝુલ્ફીકુરુલ્લા - જનતા પાર્ટી
  • 1980 - ગિરિરાજ સિંહ - કોંગ્રેસ
  • 1984 - રાજ કરણ સિંહ - કોંગ્રેસ
  • 1989 - રામ સિંહ - જનતા દળ
  • 1991 - વિશ્વનાથ દાસ શાસ્ત્રી - ભાજપ
  • 1996 - દેવેન્દ્ર બહાદુર રોય - ભાજપ
  • 1998 - દેવેન્દ્ર બહાદુર રોય - ભાજપ
  • 1999 - જય ભદ્ર સિંહ - બહુજન સમાજ પાર્ટી
  • 2004 - તાહિર ખાન - બહુજન સમાજ પાર્ટી
  • 2009 - સંજય સિંહ - કોંગ્રેસ
  • 2014 - વરુણ ગાંધી - ભાજપ
  • 2019 - મેનકા ગાંધી - ભાજપ

Google NewsGoogle News