રાહુલ ગાંધીએ સુલતાનપુર એન્કાઉન્ટર પર સવાલ ઊઠાવ્યાં, કહ્યું - 'STF ક્રિમિનલ ગેંગની જેમ કામ કરે છે'

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીએ સુલતાનપુર એન્કાઉન્ટર પર સવાલ ઊઠાવ્યાં, કહ્યું - 'STF ક્રિમિનલ ગેંગની જેમ કામ કરે છે' 1 - image


UP Sultanpur Encounter: ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં લૂંટના આરોપીની પોલીસ એન્કાઉન્ટરમાં મોતને લઈને રાજકીય ઘમાસાણ થઈ રહ્યું છે. અખિલેશ યાદવ સહિત ઘણાં વિપક્ષના નેતાઓએ આ એન્કાઉન્ટર પર પ્રશ્નો ઊભા કર્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટનાને લઈને ભાજપ અને યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. જણાવી દઈએ કે, STF (Special Task Force)  એ એક લાખના ઈનામી બદમાશને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. આરોપી મંગેશ યાદવ સર્રાફા વેપારીને ત્યાં થયેલી 2 કરોડની લૂંટમાં સામેલ હતો.

બંધારણને માથે લગાડવું એક ઢોંગ છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આ એન્કાઉન્ટર પર સવાલ કરતાં કહ્યું કે, 'ભાજપ શાસિત રાજ્યમાં જે લોકો પર કાયદો અને બંધારણનું પાલન કરાવવાની જવાબદારી છે, તે જ લોકો તેના ધજાગરા ઉડાડે છે. સુલ્તાનપુરમાં થયેલા મંગેશ યાદવના એનકાઉન્ટરે એકવાર ફરી સાબિત કરી દીધું કે, ભાજપ Rule Of Law (કાયદાનું શાસન) પર વિશ્વાસ નથી કરતું. મંગેશના પરિવારના આંસુ આખા દેશને સવાલ કરી રહ્યાં છે કે, કોણ જીવશે અને કોણ મરશે, તેનો નિર્ણય કોર્ટ કરશે કે પોલીસ? STF જેવી પ્રોફેશનલ ફોર્સ પણ ભાજપ સરકારમાં ક્રિમિનલ ગેંગની જેમ ચલાવવામાં આવી રહી છે. આ ઘટના પર કેન્દ્ર સરકારની ચુપ્પી 'ઠોકો નીતિ' પર પોતાની સ્પષ્ટ સહમતિ દેખાડે છે. UP STF  ના ડઝનો એન્કાઉન્ટર સવાલોના ઘેરામાં છે. એવામાં આજ સુધી તેમના પર કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? આખરે કોણ તેમને બચાવે છે અને કેમ? જ્યારે તમારી સરકાર ખુલ્લેઆમ બંધારણના ધજાગરા ઉડાડતી હોય, ત્યારે કેમેરા સામે બંધારણને માથે લગાડવું ફક્ત એક ઢોંગ છે. ઉત્તર પ્રદેશમાં થયેલાં તમામ શંકાસ્પદ એન્કાઉન્ટર્સની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વર્દી પર લાગેલા લોહીના છાંટા સાફ થવા જોઈએ.'

આ  પણ વાંચોઃ NDAના કદાવર નેતાનો ઊઠતો અવાજ દબાવી દેવા ભાજપનો પ્લાન! 'કાકા'ને મોટું પદ આપવાની તૈયાર

જાત જોઈને જીવ લેવાયોઃ અખિલેશ યાદવ

અખિલેશ યાદવે પણ સુલ્તાનપુર એન્કાઉન્ટરને લઈને યુપી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'લૂંટ કાંડના અન્ય આરોપીઓના પગમાં ગોળી મારવામાં આવી, પરંતુ જ્યારે મંગેશ યાદવનો પોલીસ સાથે ટકરાવ થયો તો તેની હત્યા કરી દેવાઈ. મંગેશની જાતિ જોઈને તેનો જીવ લેવામાં આવ્યો છે.'

અખિલેશે એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, 'લાગે છે સુલ્તાનપુરની લૂંટમાં સામેલ લોકો સાથે સત્તા પક્ષનો સારો સંપર્ક હતો, એટલે જ નકલી એન્કાઉન્ટર પહેલાં મુખ્ય આરોપી સાથે સંપર્ક સાધીને સરેન્ડર કરાવી દેવાયું અને દેખાડા માટે અન્ય સાથીઓના પગ પર ગોળી મારી પરંતુ જાતિ જોઈને જીવ લેવામાં આવ્યો.'

આ પણ વાંચોઃ મોદી સરકારના ટોપ લેવલના અધિકારી જશે રશિયા, યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવાના કરશે પ્રયાસ

જણાવી દઈએ કે, 28 ઓગસ્ટે સુલ્તાનપુર શહેરમાં ચોક ક્ષેત્રના ઠઠેરી બજારમાં ભરત સર્રાફાને ત્યાં ધોળા દિવસે કરોડોની લૂંટ થઈ હતી. મળતી માહિતી મુજબ, લૂંટારાઓએ 2 કરોડથી વધુના ઘરેણાં લૂંટ્યા હતાં. આરોપીઓની તપાસમાં પોલીસે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન STF એ મંગેશ યાદવને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. મૃતકના પરિવારજનોએ આ એન્કાઉન્ટર મુદ્દે સરકારને અનેક સવાલો કર્યાં છે.


Google NewsGoogle News