Get The App

ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારીક ભારતના ત્રણ દિવસીય પ્રવાસે, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદીએ કર્યું સ્વાગત

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારીક ભારતના ત્રણ દિવસીય પ્રવાસે, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદીએ કર્યું સ્વાગત 1 - image


Image Source: Twitter

- આ યાત્રા ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર

આરબ વિશ્વના સૌથી જૂના સ્વતંત્ર રાજ્ય ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક પોતાની પ્રથમ રાજકીય યાત્રા પર ભારત પહોંચ્યા છે. આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું.

સુલતાન હૈથમ બિન તારિક શુક્રવારે ભારતની ત્રણ દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે

વિદેશ મંત્રી જય શંકર સાથે કરી હતી મુલાકાત

સુલ્તાને યાત્રાના પ્રથમ દિવસે વિદેશ મંત્રી ડો. એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે કહ્યું હતું કે વિદેશ મંત્રાલય ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સુલતાનના માર્ગદર્શનને મહત્વ આપે છે. રાજકીય યાત્રાની શરૂઆતમાં ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરવી એ સન્માનની વાત છે.

બેને દેશોના સબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન

આ વર્ષે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન ઓમાનની મુલાકાતે ગયા હતા. 18-19 ઓક્ટોબરની તેમની મુલાકાત બાદ સુલતાન ભારતની મુલાકાતે આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની ભારત યાત્રા પર કહ્યું કે, તેમની મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ અને મિત્રતાને ગાઢ બનાવવા માટે પણ આ મુલાકાત ખૂબ જ અસરકારક સાબિત થશે. 


Google NewsGoogle News