ગોગામેડી હત્યાકાંડમાં 5 દિવસ બાદ થઈ પહેલી ધરપકડ, શૂટર નિતિન ફોજી સાથે છે કનેક્શન
આરોપી રામવીરે જ નિતિન ફોજી માટે જયપુરમાં તમામ વ્યવસ્થા કરી હતી : પોલીસ
આરોપી રામવીર શૂટર નિદિન ફોજીનો નજીકનો મિત્ર છે : પોલીસ
શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડમાં પોલીસે પહેલી ધરપકડ કરી છે. પોલીસ કમિશનર બીજૂ જોર્જ જોસેફે જણાવ્યું છે કે, ગોગામેડી હત્યાકાંડના ષડયંત્રકારીઓમાં સામેલ એક આરોપી રામવીરની ધરપકડ કરી લીધી છે. તેમણે જણાવ્યું છે કે, આરોપી રામવીરે જ નિતિન ફોજી માટે જયપુરમાં તમામ વ્યવસ્થા કરી હતી.
5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની 2 શૂટર્સ નિતિન ફોજી અને રોહિત રાઠોડે શ્યામ નગર સ્થિત તેમના નિવાસ સ્થાને અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી હતી. નિતિન ફોજી માટે આરોપી રામવીરે જ જયપુરમાં તમામ વ્યવસ્થા કરી હતી. વધુ પોલીસ અધિકારી કૈલાશ ચંદ્ર બિશ્નોઈએ જણાવ્યું કે, આરોપી રામવીર શૂટર નિદિન ફોજીનો નજીકનો મિત્ર છે.
પોલીસે જણાવ્યું કે, રામવીર સિંહ અને નિતિન ફોજીના ગામ નજીક નજીક છે. રામવીર હરિયાણાના મહેન્દ્રગઢના ગામ સુરેતી પિલાનિયાંના રહેવાસી છે. બંને 12માં ધોરણમાં એક જ સ્કૂલમાં ભણતા હતા. 12મું પાસ કર્યા બાદ નિતિન ફોજી વર્ષ 2019-20માં સેનામાં જોડાયા હતા. ત્યારે, રામવીરે જયપુરના માનસરોવર સ્થિત વિલ્ફ્રેડ કોલેજથી વર્ષ 2017થી 2020 સુધી B.Sc અને વર્ષ 2021થી 2023માં વિવેક પીજી જયપુરથી M.A.Sc કર્યું. રામવીર એપ્રિલ 2023માં M.Scની છેલ્લી પરીક્ષા આપવા ગામ ચાલ્યો ગયો હતો, જ્યારે નિતિન ફોજી રજા પર આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, એક મહિના પહેલા એટલે 9 નવેમ્બરે નિતિન ફોજી અને તેમના મિત્રોએ મહેન્દ્રગઢના પોલીસ સ્ટેશનની પોલીસ પાર્ટી પર ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા. નિતિન ફોજીએ ફરાર થયા દરમિયાન પોતાના મિત્ર રામવીરને 19 નવેમ્બરે જયપુર મોકલ્યો. બિશ્નોઈએ જણાવ્યું કે, રામવીરે નિતિન ફોજીની જયપુરમાં હોટલ અને પોતાના જાણિતાના ફ્લેટ પર રોકાવાની વ્યવસ્થા કરી હતી.
પોલીસે જણાવ્યું કે, આરોપી રામવીરે ઘટના બાદ અજમેર રોડથી નિતિન ફોજી અને રોહિત રાઠોડને બાઈક પર બેસાડીને બગરૂ ટોલ પ્લાઝાથી આગળ નાગોર ડેપોની રાજસ્થાન રોડવેઝ બસમાં બેસાડીને ફરાર કરાવ્યો. આરોપી રામવીરની તેમના ઘરેથી જ ધરપકડ કરાઈ છે.