Get The App

લોકસભાના કિસ્સા: પતિ સૌથી વધુ મતથી તો પત્ની સૌથી ઓછા મતથી જીતીને સાંસદ બન્યાં હતાં

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
લોકસભાના કિસ્સા: પતિ સૌથી વધુ મતથી તો પત્ની સૌથી ઓછા મતથી જીતીને સાંસદ બન્યાં હતાં 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામો અવારનવાર આવતા જ રહેતા હોય છે. તેમાંય મોટા રાજનેતાઓ અને રાજકીય પરિવારોના લોકોના ચૂંટણી પરિણામો પણ ચર્ચામાં રહેતા હોય છે. અહીંયા પણ પંજાબના રાજકારણનો એક મજબૂત પરિવાર ગણાતા બાદલ પરિવારનો કિસ્સો જાણવા જેવો છે. 

પંજાબના પતિ-પત્ની 2019ની ચૂંટણી જીત્યા

પંજાબમાં 2019માં લોકસભા ચૂંટણીમાં બાદલ પરિવારના પતિ અને પત્ની પોતાના વિજયના કારણે ચર્ચામાં આવ્યા હતા. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલ તથા તેમના પત્ની હરસિમરત કૌર બાદલ 2019ની ચૂંટણી જીત્યા હતા. 2019માં પંજાબની 13 બેઠકોમાંથી બે બેઠકો ઉપર રસાકસી રહી હતી. તેમાંથી એક બેઠક હરસિમરત કૌર બાદલની હતી. તેઓ ભટિંડાની બેઠક ઉપરથી ચૂંટણી લડયા હતા અને માત્ર 1.8 ટકા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. 

ચૂંટણી જીતવાનો અનોખો રેકોર્ડ

2014 તેઓ આ જ બેઠક ઉપરથી પોતાના દિયરને 1.65 ટકા મતના માર્જિનથી હરાવીને સાંસદ બન્યા હતા. બીજી તરફ સુખબીરસિંહ બાદલ 2019ની ચૂંટણીમાં 17 ટકાના વિશાળ માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. તેમના પછી કેપ્ટન અમરિન્દર સિંહના પત્ની પરનીત પટિયાલા બેઠક ઉપરથી 13.8 ટકાના માર્જિનથી વિજયી થયા હતા. આમ 2019માં પતિ અને પત્ની વચ્ચે વિશાળ અને સૌથી ઓછા માર્જિનથી ચૂંટણી જીતવાનો અનોખો રેકોર્ડ છે. 

લોકસભાના કિસ્સા: પતિ સૌથી વધુ મતથી તો પત્ની સૌથી ઓછા મતથી જીતીને સાંસદ બન્યાં હતાં 2 - image


Google NewsGoogle News