VIDEO : સુકેશ ચંદ્રશેખરનો નવો ધડાકો, કહ્યું- 'હું કેજરીવાલનો પર્દાફાશ કરીશ, સરકારી સાક્ષી બની જઈશ'

- દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાતે ધરપકડ કરી લીધી હતી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
VIDEO : સુકેશ ચંદ્રશેખરનો નવો ધડાકો, કહ્યું- 'હું કેજરીવાલનો પર્દાફાશ કરીશ, સરકારી સાક્ષી બની જઈશ' 1 - image


નવી દિલ્હી, તા. 23 માર્ચ 2024, શનિવાર

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે હવે નવો ધડાકો કર્યો છે. સુકેશે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને એક્સપોઝ કરવાનો દાવો કર્યો છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં સુકેશે કહ્યું કે, હું કેજરીવાલને ઉઘાડો પાડીશ, હું કેજરીવાલ અને તેમની ટીમ વિરુદ્ધ સરકારી સાક્ષી બની જઈશ. હું એ સુનિશ્ચિત કરીશ કે તેમને સજા કરવામાં આવે. કોર્ટે શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ નીતિ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલી દીધા છે.

'તિહાર જેલમાં તમારું સ્વાગત છે'

કેજરીવાલની ધરપકડ બાદ ઠગ સુકેશ ચંદ્રશેખરે તેમને પત્ર લખ્યો છે. પત્ર દ્વારા સુકેશે કટાક્ષ કરતા કહ્યું કે, હું કેજરીવાલનું તિહાર જેલના ક્લબમાં સ્વાગત કરું છું. સુકેશે પત્રમાં લખ્યું- સત્યની હંમેશા જીત થાય છે. મારા પ્રિય અરવિંદ કેજરીવાલ સૌથી પહેલા હું તમારું સ્વાગત કરું છું. તમે તિહાર ક્લબના બોસ છો. હવે ત્રણ ભાઈઓ તિહાર ક્લબ ચલાવશે.

ભગવાન રામે આપી તમને સજા

સુકેશે પત્રમાં કહ્યું કે, આ નવા ભારતની શક્તિનું શાનદાર ઉદાહરણ છે જે એ દર્શાવે છે કે,કોઈ પણ કાનૂનથી ઉપર નથી. તમે અને તમારા બે ભાઈઓએ દિલ્હીની જનતાને ઠગી છે. તમને ભગવાન રામે તમારા ભ્રષ્ટાચાર અને કર્મોની સજા આપી છે. ઉપર વાળો બધુ જુએ છે. 

દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાતે ધરપકડ કરી લીધી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને ધરપકડથી બચવા માટે વચગાળાની સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યા બાદ ઈડીની ટીમ રાત્રે જ 10મુ સમન લઈને દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી અને લગભગ બે કલાકની પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News