પાર્ટીના ચિહ્ન માટે રૂપિયા 50 કરોડની લાંચના કેસમાં સુકેશ ચંદ્રશેખરને મળ્યા જામીન

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Sukesh Chandrashekhar


Sukesh Chandrasekhar Got Bail : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે AIADMK ચૂંટણી પ્રતીક લાંચ કેસમાં ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરને નિયમિત જામીન મંજૂર કર્યા છે. આ કેસ દિલ્હી પોલીસે 2017માં નોંધ્યો હતો. જોકે અન્ય કેસમાં સુકેલ જેલમાં બંધ જ રહેશે. સુકેશ પર રૂપિયા 200 કરોડની છેતરપિંડીનો પણ આરોપ છે અને તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તે ઈડીના પીએમએલએ અને દિલ્હી પોલીસના મકોકા કેસમાં હાલ જેલમાં રહેશે. તેનો મતલબ એ કે, જામીન મળવા છતાં સુકેશ જેલમાંથી બહાર નીકળી શકશે નહીં.

સુકેશ સાત વર્ષ ચાર મહિનાથી કસ્ટડીમાં

કોર્ટે સુકેશને રૂપિયા પાંચ લાખના અંગત બોન્ડ પર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુકેશના વકીલ અનંત મલિકે કહ્યું કે, આરોપી આ કેસમાં સાત વર્ષ ચાર મહિનાથી કસ્ટડીમાં છે. સુકેશની 2017માં 16 એપ્રિલે ધરપકડ કરાઈ હતી. વકીલે કહ્યું કે, સુકેશ વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ નોંધાયા છે, તેમાંથી કોઈ પણ કલમમાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ નથી.

આ પણ વાંચો : મહિલાના ઘરેણાં પર અન્ય કોઈનો અધિકાર નહીં, પિતા પણ પરત ન માંગી શકે: સુપ્રીમ કોર્ટ

દિલ્હી પોલીસે જામીન અરજીનો વિરોધ કર્યો

સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે, સુકેશ પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. આ કેસમાં એક કરોડ ત્રીસ લાખ રૂપિયા પણ વસૂલ કરાયા છે. આ નાણાનો ઉપયોગ એઆઈએડીએમકેને ચિહ્ન અપાવવાના લાંચ કેસમાં ચૂંટણી પંચને ગેરકાયદેસર રીતે પ્રભાવિત કરવા માટે થવાનો હતો. આ કેસમાં દિલ્હી પોલીસે 2018માં 14 જુલાઈએ સુકેશ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી અને 17 નવેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે ટી.ટી.વી.ધિનાકરન, સુકેશ, મલ્લિકાર્જુન અને વકીલ બી.કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા.

સુકેશ વિરુદ્ધ 200 કરોડના છેતરપિંડીનો પણ કેસ

સુકેશ ચંદ્રશેખર પર આક્ષેપ છે કે, તેણે ચૂંટણી પંચ (Election Commission) પાસેથી ફરીથી પાર્ટીનું ચિહ્ન મેળવવા માટે ધિનાકરણ માટે 50 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી એક કરોડથી વધુની રકમ રિકવર કરી હતી. આ ઉપરાંત 10 કરોડના હવાલા ટ્રાન્ઝેક્શનના પણ પુરાવા મળ્યા હતા છે. ઉલ્લેખનીય છે કે, રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવેન્દ્ર સિંહની પત્ની અદિતિ સિંહ સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ પણ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ નોંધાયેલો છે.

આ પણ વાંચો : ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપને ધમકી, દિગ્ગજ નેતાએ રાજીનામું આપી કહ્યું, ‘નહિં તો હું અપક્ષ ચૂંટણી લડીશ’


Google NewsGoogle News