Get The App

મારા માસુમ પુત્રની તે કેમ હત્યા કરી?, હત્યારી માતા સૂચના સેઠે પૂર્વ પતિને આપ્યો જવાબ

હત્યા પછી પહેલીવાર સૂચના સેઠ અને તેનો પૂર્વ પતિ પોલીસ સ્ટેશનમાં સામસામે આવ્યા

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
મારા માસુમ પુત્રની તે કેમ હત્યા કરી?, હત્યારી માતા સૂચના સેઠે પૂર્વ પતિને આપ્યો જવાબ 1 - image


Suchana Seth murders son : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારી 39 વર્ષીય સૂચના સેઠનો શનિવારે સાંજે પહેલીવાર પહેલીવાર પૂર્વ પતિ સાથે સામનો થયો હતો. પુત્રની હત્યાના કેસમાં સૂચના સેઠનો પૂર્વ પતિ વેંકટરામન પી.આર. (Venkatraman PR) ગોવાના કેલંગ્યુટ પોલીસ સ્ટેશને (Calangute police station) નિવેદન નોંધાવવા ગયો હતો. આ દરમિયાન સૂચના સેઠ અને તેના પૂર્વ પતિ વેંકટરામન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે સૂચના સેઠ પર ગોવાની એક હોટલમાં ચાર વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે ભાગી જવાના પ્રયાસ કરવાનો આરોપ છે.  

મેં કોઈ ગુનો કર્યો નથી : સૂચના શેઠ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સૂચના સેઠે જવાબ આપ્યો હતો કે 'મેં કોઈ ગુનો કર્યો નથી.'  તેના પૂર્વ પતિ માટે આઘાતજનક વાત એ હતી કે સૂચના સેઠે આ ગુના માટે ઉલટાનો વેંકટરામનને જવાબદાર ઠેરવ્યો હતો. એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘વેંકટરામને ગુસ્સો ઠાલવતા સૂચના સેઠને પૂછ્યું હતું કે ‘તે કેમ મારા માસુમ પુત્રની હત્યા કરી, તેં કેમ આવુ કર્યું?’ આ અંગે જવાબ આપતા સૂચના સેઠે કહ્યું હતું કે 'મેં કોઈ ગુનો કર્યો નથી, બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો અને બંનેએ લગ્નજીવનમાં ભંગાણ બદલ એકબીજા પર આરોપ લગાવ્યા હતા.’ 

વેંકટરામન શનિવારે પોતાના વકીલ સાથે ગોવા પહોંચ્યા હતા

વેંકટરામન પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે શનિવારે બપોરે પોતાના વકીલ સાથે ગોવા પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ચાર કલાકથી વધુના સમયમાં નોંધાયેલા નિવેદનમાં અધિકારીઓએ તેમના સંબંધો અને તેમના છૂટાછેડા વિશે પૂછપરછ કરી હતી.

મારા માસુમ પુત્રની તે કેમ હત્યા કરી?, હત્યારી માતા સૂચના સેઠે પૂર્વ પતિને આપ્યો જવાબ 2 - image


Google NewsGoogle News