ચાર વર્ષના દીકરાની હત્યા : માતા સૂચના સેઠ AI કંપનીની CEO હાર્વર્ડ રિટર્ન અને ટોપ-100 AI ઍક્સ્પર્ટ હતી
સૂચના સેઠે વર્ષ 2020માં એઆઈ બેસ્ડ સ્ટાર્ટઅપ- ધ માઈન્ડફૂલ એઆઈ લેબની સ્થાપના કરી હતી
તેની પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ માઈલીંગ સેક્ટરમાં 4 અમેરિકી પેટન્ટ છે
AI Firm CEO Suchana Seth: કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. માઈન્ડફૂલ એઆઈ લેબ નામની કંપનીના સીઈઓ સૂચના સેઠે તેના ચાર વર્ષના દીકરાની હત્યા કરી દીધી હતી. આટલું જ નહિ પણ તે તેના દીકરાના મૃતદેહને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક લઈ જતી હતી, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી કરી લીધી હતી. સૂચના સેઠ માઈન્ડફૂલ એઆઈ લેબ નામની કંપનીની સીઈઓ છે. તેણે આ કંપનીની વર્ષ 2020માં શરુ કરી હતી.
સૂચના એઆઈ એથિક્સમાં ટોપ-100 સ્થાન ધરાવે છે
સૂચનાએ હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લીન સેન્ટરમાં ફેલોશિપ કરી છે. ત્યાં બર્કમેન અને ડેટા એન્ડ સોસાયટીમાં બિઝનેસમાં એથિકલ મશીન લર્નિંગ અને એઆઈને સંચાલિત કરવાની રીતોનો અભ્યાસ કર્યો. આ પછી, વર્ષ 2020 માં, તેણે ધ માઇન્ડફુલ એઆઈ લેબની સ્થાપના કરી, જે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ છે. સૂચના શેઠની માઇન્ડફુલ એઆઈ લેબ ડેટા સાયન્સ ટીમો અને સ્ટાર્ટઅપ્સને સલાહ આપવાનું કામ કરે છે. આ સાથે, તે મશીન લર્નિંગ સોલ્યુશન્સ પણ આપે છે. સૂચના આ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમજ વર્ષ 2020માં એઆઈ એથિક્સમાં ટોપ-100 પ્રતિભાશાળી મહિલાઓમાં સૂચનાને સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના ક્ષેત્રમાં 4 અમેરિકન પેટન્ટ પણ છે.
આ રીતે થયો હત્યાનો ખુલાસો
ગોવાના કેન્ડોલિમમાં એક હોટલમાં સૂચના સેઠ તેના પુત્ર સાથે રોકાઈ હતી. પરંતુ જયારે સૂચનાએ એકલા હોટેલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે હોટલ સ્ટાફને શંકા ગઈ, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે બાળકને પહેલા જ ઘરે મોકલી દીધો છે. તેના ચેકઆઉટ બાદ જયારે સ્ટાફ રૂમ સાફ કરવા માટે પહોંચ્યો, ત્યારે રૂમમાં લોહીના દાગ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને પોલીસને જાણ કરી.
સૂચનાની આ રીતે કરી ઘરપકડ
પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરી અને જે ટેક્સીમાં મહિલા હોટલમાંથી નીકળી હતી તેના ડ્રાઈવરનો ફોન નંબર શોધીને તેને સમગ્ર મામલો જણાવ્યો. પોલીસ સાથેની વાતચીત બાદ ટેક્સી ડ્રાઈવર તેને કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારના પોલીસ સ્ટેશન લઈ ગયો અને આ રીતે આ ખૂની માતા પોલીસના કબજામાં આવી ગઈ. જ્યાંથી બાદમાં ગોવા પોલીસ ચિત્રદુર્ગ પહોંચી અને મહિલાની ધરપકડ કરી. હત્યાનું કારણ જણાવતા સૂચનાએ કહ્યું કે તેના છુટાછેડા પછી કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકના પિતા તેમના પુત્રને રવિવારે મળી શકે છે પરંતુ સૂચના સેઠ નહોતી ઈચ્છતી કે તેનો પૂર્વ પતિ પુત્રને મળે. એટલે તેણે પુત્રની હત્યા કરી દીધી હતી.