ઓડિશામાં 1500ની કી.મી.ની રેન્જવાળી હાઈપર સોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારતે સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ-પ્રાપ્ત કરી
અવાજ કરતાં પાંચ-ગણી ઝડપે જનારી મિસાઈલ રેડારની પકડમાં નહીં આવે,
આ મિસાઈલ પરમાણુ શસ્ત્ર સહિત બહુવિધ ''પે-લોડ'' લઈ જઈ શકે તેમ છે. તે આપણાં સશસ્ત્ર-દળો માટે ઘણાં ઉપયોગી બની રહી શકે તેમ છે.
આ મિસાઈલનું પરીક્ષણ ડીઆરડીઓના વરિષ્ઠ વિજ્ઞાાનીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આજે (રવિવારે) સવારે કરવામાં આવ્યું હતું.
આ મિસાઈલની રચના હૈદરાબાદ સ્થિત, ડૉ.અબ્દુલ કલામ મિસાઈલ-કોમ્પલેક્ષમાં કરવામાં આવી હતી. તેમાં ડીઆરડીઓની પ્રયોગશાળાએ તથા અન્ય ઔદ્યોગિક પાર્ટે ફાળો આપ્યો છે.
આ સફળ પરીક્ષણથી સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મ-નિર્ભરતા અને તેની મેઈક-ઈન-ઈન્ડિયાની પ્રતિબદ્ધતા સિદ્ધ થઈ જાય છે.
આ પરીક્ષણની સફળતા પછી સંરક્ષણ-મંત્રી, રાજનાથ સિંહે, વિજ્ઞાાનીઓ અને ટેકનીશ્યનોને અભિનંદનો પાઠવ્યાં હતા, અને આ સફળતાને ઐતિહાસિક કહી હતી, આ પ્રસંગે પાઠવેલા સંદેશામાં તેઓએ કહ્યું ઃ ''ભારત, ડૉ.એપી જે અબ્દુલ કલામ'' વિથ ઉપરથી આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરી, એક માઈલ-સ્ટોન (અંતર્દર્શકશિલા), સિદ્ધ કર્યો છે, આ સાથે, આટલી આધુનિક સેનાકીય-શક્તિ ધરાવતા દેશોમાં, તેણે ભારતને સ્થાન આપ્યું છે. આ ભવ્ય સફળતા માટે તેઓએ ફરી એકવાર વિજ્ઞાાનીઓ અને ટેક્નિશ્યનોનું અભિનંદનો આપ્યા હતા.
આ હાઈપર-સોનિક-મિસાઈલ અવાજ કરતાં પાંચ ગણી ઝડપે (મેચ-૫)ના પ્રવેગથી જઈ શકે છે. તે એટલી પ્રવેગી ગતિ છે કે, તેને રેડારમાં ઝડપવું મુશ્કેલ બને છે. તેમ જ તેને તોડી પાડવા પ્રક્ષેપિત કરેલા મિસાઈલ તેને પહોંચે તે પૂર્વે તે આગળ ધરી જાય છે. આ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતા વધુ ધારદાર બની છે.
હવે ભારત, અમેરિકા, રશિયા, ઈન્ગ્લેન્ડ, ફ્રાંસ અને ચીન જેવા સસ્ત્રોઓની સાથે ઊભુ રહી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, આવું હાઈપર સોનિક મિસાલઈનુ નિર્માણ, ફ્રાંસ અને ઈગ્લેન્ડે સાથે મળી કર્યું છે, અલગ-અલગ રીતે નહીં ભારતે એકલે હાથે તે બનાવ્યું છે. છતાં તે બંને આ પ્રકારનાં મિસાઈલ ધરાવે છે. તે પાંચે દેશો સંયુક્ત રાષ્ટ્રો સલામતી-સમિતિના કાયમી સભ્યો છે તે અર્થવિહિત છે.