જો આ ઈલેક્ટ્રીકલ ચીજવસ્તુઓ વેચો છો થઇ શકે છે જેલ કે લાખોનો દંડ

હવે જે પણ દુકાનદાર હલકી ગુણવત્તાની ઈલેક્ટ્રીકલ ચીજવસ્તુઓ વેચતો પકડાશે તો તેને દંડ કે કેદની સજા થઇ શકે છે

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
જો આ ઈલેક્ટ્રીકલ ચીજવસ્તુઓ વેચો છો થઇ શકે છે જેલ કે લાખોનો દંડ 1 - image


Govt announces mandatory quality norms for electricals: હલકી ગુણવત્તાવાળા માલની આયાતને રોકવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે, તે હેતુથી કેન્દ્ર સરકારે સ્વીચો, સોકેટ્સ, આઉટલેટ્સ અને કેબલ ટ્રંકિંગ જેવા ઇલેક્ટ્રિકલ સામાન માટે ફરજિયાત ગુણવત્તાના ધોરણો લાદ્યા છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જારી કરાયેલા ઈલેક્ટ્રિકલ એસેસરીઝ (ક્વોલિટી કંટ્રોલ) ઓર્ડર-2023 મુજબ, જો કોઈ કંપની હલકી ગુણવત્તાનો માલ બનાવે છે કે કોઈ દુકાનદાર હલકી ગુણવત્તાનો માલ વેચતો જોવા મળે છે તો તેના સંચાલકોને જેલમાં મોકલી શકાય છે. તેમજ તેના પર દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. 

ઉલ્લંઘન કરવા પર બે વર્ષની કેદ અથવા રૂ. 2 લાખનો દંડ

BIS એક્ટની જોગવાઈઓનું પહેલીવાર ઉલ્લંઘન કરવા પર બે વર્ષ સુધીની જેલની સજા અથવા 2 લાખ રૂપિયાથી ઓછો દંડ થઈ શકે છે. કેન્દ્ર સરકારે અગાઉ સ્માર્ટ મીટર, વેલ્ડીંગ સળિયા અને ઈલેક્ટ્રોડ, કુકવેર, અગ્નિશામક, ઈલેક્ટ્રીક સીલિંગ ફેન અને ઘરેલું ગેસ સ્ટોવ સહિતની ઘણી વસ્તુઓ માટે  ઓર્ડર જારી કર્યા છે.

BISના માર્કા વગર સામાન વેચી શકાશે નહી 

DPIITના નવા ઓર્ડર મુજબ જ્યાં સુધી કોઈ સામાન પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)નો માર્કો લગાવેલો ન હોય ત્યાં સુધી માલનું ઉત્પાદન, વેચાણ, વેપાર, આયાત અને સંગ્રહ કરી શકાતો નથી. આ આદેશ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી છ મહિના પછી અમલમાં આવશે. તેમજ આ નિયમ સ્થાનિક સ્તરે નિકાસ કરવા માટે બનતી પ્રોડક્ટ્સ પર લાગુ થશે નહીં. લઘુ, કુટીર અને મધ્યમ (MSME) ક્ષેત્રની સલામતી માટે આદેશને અનુસરીને છૂટછાટ આપવામાં આવી છે. 

જો આ ઈલેક્ટ્રીકલ ચીજવસ્તુઓ વેચો છો થઇ શકે છે જેલ કે લાખોનો દંડ 2 - image


Google NewsGoogle News