કેન્દ્ર સરકારની વિદેશી વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, શરૂ કરી બે સ્પેશ્યલ વિઝા કેટેગરી
Study in India : દેશમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમજ વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેશમાં આવે તે હેતુથી ભારત સરકારે વિઝા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે ઈ-સ્ટુડન્ટ વિઝા (E-Student Visa) અને ઈ-સ્ટુડન્ટ-એક્સ વિઝા (E-Student-X Visa)ની શરૂઆત કરી છે. આ બંને વિઝા સ્પેશિયલ કેટેગરીના વિઝા છે. સરકારની જાહેરાત મુજબ આ વિઝા તેવા વિદ્યાર્થીઓને અપાશે, જેઓ ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ (SII) પોર્ટલ પર રજિસ્ટર્ડ છે. ઈ-સ્ટુડન્ટ વિઝા વિદ્યાર્થીઓ માટે છે, જ્યારે ઈ-સ્ટુડન્ટ-એક્સ વિઝા તેમના ડિપેન્ડેન્ટ્સ માટે છે.
પોર્ટલ પરથી વિદેશી વિદ્યાર્થીઓને ટ્રેક કરી શકાશે
જો કોઈ વિદેશી વિદ્યાર્થીને ભારતમાં અભ્યાસ કરવો હોય તો તેમણે આ બંને વિઝા હેઠળ ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વિદેશી વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા સરળતાથી પ્રવેશ પ્રક્રિયા પુરી કરી શકશે. આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ વિઝા માટે અરજી કરી શકાશે. વિદેશી વિદ્યાર્થીઓએ પોર્ટલ પર રજિસ્ટ્રેસન કરવા માટે વિદ્યાર્થીનું નામ, દેશ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ જેવી બેઝિક માહિતી ભરવાની રહેશે. આ પોર્ટલના માધ્યમથી વિદેશી વિદ્યાર્થીઓનો અભ્યાસ અને વિઝા પ્રોસેસની સ્થિતિ ટ્રેક કરવામાં સરળતા રહેશે.
આ પણ વાંચો : ભારતની બાજુમાં જ એક નવો દેશ બનશે! મ્યાનમારમાં બળવાખોરોની સેના જીત તરફ
પોર્ટલના આઈડીની મદથી માહિતી મળશે
વિદેશી વિદ્યાર્થીઓ ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ પોર્ટલ પર અરજી પ્રક્રિયા કરી શકશે. વિદ્યાર્થીઓ https://indianvisaonline.gov.in/ પર અરજી કરી શકશે. આ માટે SIIનું ID ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ આ આઈડીની મદદથી જ સ્ટુડન્ટ પોર્ટલના ડેશબોર્ડ પર પહોંચી શકશે અને કૉલેજ તેમજ કોર્સ માટે કરેલી અરજીની સ્થિતિ ટ્રેક કરી શકશે. SIIના આઈડી વગર ભારતમાં અભ્યાસ કરી શકશે નહીં. પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયા બાદ ભાગીદાર સંસ્થાઓ તરફથી એડમિશન ઓફર મળ્યા બાદ અરજી કરવાની રહેશે.
વિઝાનો સમયગાળો કેટલા વર્ષનો હશે ?
ઈ-સ્ટુડન્ટ વિઝા પાંચ વર્ષના સમયગાળા માટે અપાશે. આ વિઝા અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુઅટ, પીએચડી અને અન્ય રેગ્યુલર કોર્સ માટે આપવામાં આવશે. વિદેશી વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાંથી એડમિશન મળ્યા બાદ જ વિઝા આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ભારતમાં રહીને પણ વિઝાનો સમયગાળો વધારવાની પ્રક્રિયા કરી શકશે. વિઝા મળ્યા બાદ વિદેશી વિદ્યાર્થીઓ કોઈપણ ઈમિગ્રેશન ચેકપોઈન્ટથી ભારતમાં પ્રવેશ કરી શકશે.
આ પણ વાંચો : પાકિસ્તાનની ફરી નાપાક હરકત, વડાપ્રધાન શહબાઝે કાશ્મીરમાં જનમત સંગ્રહનો રાગ આલાપ્યો