કોચિંગથી પાછી આવતી વિદ્યાર્થીનીને બદમાશો ઉપાડી ગયા, 2 દિવસ બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
કોચિંગથી પાછી આવતી વિદ્યાર્થીનીને બદમાશો ઉપાડી ગયા, 2 દિવસ બંધક બનાવી આચર્યું દુષ્કર્મ 1 - image


Image: Freepik

Rape Case in Rohtas: બિહારના રોહતાસમાં કોચિંગથી પાછી આવતી વિદ્યાર્થિનીને બદમાશોએ કિડનેપ કરી લીધી અને બે દિવસ સુધી બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું. જ્યારે વિદ્યાર્થિની ઘરે પરત ફરી તો માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણકારી આપી. તે બાદ પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રોહતાસ જિલ્લાના કોચસ બજારમાં કોચિંગથી પરત ફરી રહેલી વિદ્યાર્થિનીને કિડનેપ કરીને તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્રણ બદમાશોએ હથિયારના બળે વિદ્યાર્થિનીને બાઈક પર બેસાડીને લઈ ગયા. પછી તેને બે દિવસ સુધી બંધક બનાવીને રાખી અને તેની પર દુષ્કર્મ આચરતાં રહ્યાં. 

વિદ્યાર્થિનીના પિતાએ ત્રણ લોકો વિરુદ્ધ કોચસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિત વિદ્યાર્થિની અનુસાર તે કોચિંગ બાદ કોચસ ચોકના દિનારા રોડ પર ઊભી હતી. આ દરમિયાન ભોજપુર જિલ્લાના મઝિઆવનો રહેવાસી પ્રકાશ કુમાર, અમૈસીડીહરાનો રહેવાસી અનિલ કુમાર અને ઉસરાવનો રહેવાસી બિટ્ટુ કુમાર ત્યાં પહોંચ્યા.

ભાઈની હત્યાની ધમકી આપીને યુવતીને ઉઠાવી

નાના ભાઈની હત્યા કરવાની ધમકી આપીને યુવતીને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડીને બિક્રમગંજ લઈ ગયાં. ત્યાં તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. દુષ્કર્મ બાદ આરોપીઓએ તેને બે દિવસ બાદ ગોડારીમાં લઈ જઈને છોડી દીધી અને ફરાર થઈ ગયાં. 

પિતાએ ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો

પીડિતાએ પરિવારજનોને જાણકારી આપી. ત્યારે પરિવારજનો તેને ઘરે લઈને આવ્યા. કેસ નોંધાવીને પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. પીડિતાનું કોર્ટમાં નિવેદન નોંધાવાયું છે. સાથે જ મેડીકલ તપાસ પણ કરાવાવમાં આવી છે. પોલીસ આરોપીઓની ધરપકડ માટે તપાસ કરી રહી છે.


Google NewsGoogle News