સહ-વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા કરવા રૂ. 100માં આપી સોપારી, મહારાષ્ટ્રની સ્કૂલની ઘટના
Maharashtra: મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શાળાના એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવા માટે 100 રૂપિયામાં સોપારી આપી હતી. સેન્ટ સેબેસ્ટિયન ઈંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીનિએ પોતાના શિક્ષકોને એવું કહી દીધું હતું કે, એક વિદ્યાર્થીએ પોતાના માતા-પિતાની ખોટી સહી કરી દીધી હતી. જ્યારે તેણે આ અંગે ફરિયાદ કરી તો વિદ્યાર્થી ભડકી ગયો અને તેણે રોષમાં આવીને 100 રૂપિયામાં અન્ય વિદ્યાર્થીને વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા કરવા માટે સોપારી હતી. હવે આ સમગ્ર મામલે સ્કૂલ વહીવટી તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પ્રિન્સિપાલ અને બે ટીચર્સ પર શાળાની પ્રતિષ્ઠા બચાવવાના નામે મામલો દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જોકે, હવે આ મામલે દૌંડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું
FIRમાં પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર અને અન્ય એક શિક્ષકને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપ છે કે આ લોકોએ સગીર વિદ્યાર્થિની પર માનસિક અત્યાચાર કર્યો હતો. અહીં સુધી કે તેના એકેડેમિક પરફોર્મન્સને પણ નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ કરવા પાછળનું કારણ એ હતું કે, તે આ મુદ્દો ઉઠાવવાથી પાછળ હટી જાય. સગીર શાળાના વિદ્યાર્થીઓમાં આ પ્રકારનું ષડયંત્ર અને દુશ્મનાવટ ચોંકાવનારું છે. તે પણ પુણે શહેરની એક ટોપ સ્કૂલમાં આ પ્રકારની ઘટનાઓ વાલીઓની ચિંતા પણ વધારો કરે છે. હજુ સુધી આ મામલે શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું.
આ પણ વાંચો: પોરબંદરમાં 13 વર્ષની બાળા પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ, પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ
હાથરસની એક શાળામાંથી હત્યા ચોંકાવનારી ઘટના સામે આવી હતી
તમને જણાવી દઈએ કે ગત મહિને જ ઉત્તર પ્રદેશના હાથરસની એક શાળામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં શાળાના 13 વર્ષના વિદ્યાર્થીએ 9 વર્ષના બાળકની હત્યા કરી નાખી હતી. હત્યા કરનાર વિદ્યાર્થીએ વિચાર્યું હતું કે બાળકના મૃત્યુ પછી બોર્ડિંગ સ્કૂલ બંધ થઈ જશે અને મને ઘરે જવાની પરવાનગી મળી જશે. આ મામલાની તપાસ કર્યા બાદ એસપી ચિરંજીવ નાથ સિંહાએ જણાવ્યું હતું કે, પોલીસે વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. આમાં કેટલાક બાળકોએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી પૂછતો હતો કે તે શાળામાંથી રજા કેવી રીતે મેળવી શકે છે અને ઘરે કેવી રીતે જઈ શકે છે? આ દરમિયાન જ્યારે તે વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલ્યું કે તેણે બાળકને ટુવાલ વડે ગળું દબાવીને મારી નાખ્યો હતો. સિંહાએ કહ્યું, 'બાળકે જણાવ્યું કે તેને લાગ્યું કે જો કોઈ વિદ્યાર્થીનું મૃત્યુ થશે, તો તેને રજા મળશે કારણ કે શાળા બંધ રહેશે.'