બિહારની યુનિવર્સિટીએ માર્યો જબ્બર લોચો! 500 માર્ક્સની પરીક્ષામાં વિદ્યાર્થીને આપ્યા 955 માર્ક્સ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
બિહારની યુનિવર્સિટીએ માર્યો જબ્બર લોચો! 500 માર્ક્સની પરીક્ષામાં વિદ્યાર્થીને આપ્યા 955 માર્ક્સ 1 - image
Image Twitter 

Bihar jai prakash university chapra: બિહારની શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક વખત વિવિધ બાબતોના સમાચાર સામે આવતા રહે છે. તો હાલમાં રાજ્યની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં આવું પરાક્રમ થયું છે, જે સાંભળીને તમે દંગ રહી જશો. હકીકતમાં અહીંના એક વિદ્યાર્થીને કુલ 500 માર્કસની પરીક્ષામાંથી 955 માર્કસ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીના પરિણામની કોપી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જેના પછી લોકો આ રિપોર્ટ કાર્ડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સંઘ તરફથી આ રિપોર્ટ શેર કરવામાં આવ્યો છે

આ સમગ્ર મામલો છપરામાં આવેલી જય પ્રકાશ નારાયણ યુનિવર્સિટીનો છે. હકીકતમાં બિહાર ટીચર્સ એસોસિએશને આ રિપોર્ટ કાર્ડ તેના X હેન્ડલ સાથે શેર કર્યું છે. સંઘ તરફથી આ વાતને શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, 'છપરા યુનિવર્સિટીની આ સ્થિતિ  છે કે, કુલ 500માં 955 માર્ક્સ આપવામાં આવ્યા છે.'

બી.કોમ પાર્ટ-2 પરીક્ષાની માર્ક્સ સીટ જાહેર કરી અને... 

હકીકતમાં જેપી યુનિવર્સિટીએ બી.કોમ પાર્ટ-2 પરીક્ષાના પરિણામની માર્ક્સસીટ જાહેર કરી હતી. બિહાર ટીચર્સ એસોસિએશન દ્વારા આ પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીની માર્કશીટ એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કસ કુલ માર્કસ કરતાં ડબલ હતા. X પર આ માર્ક્સ સીટ જોયા પછી કેટલાક લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા છે, અને તેના પર આ પ્રકારની ટિપ્પણી કરી છે.

યુનિવર્સિટીના લોકોએ ચમત્કાર કર્યો: યુઝર

એક યુઝરે લખ્યું, 'બિહારમાં બહાર છે.' રાકેશ શર્મા નામના યુઝરે લખ્યું કે, 'દારૂ વગર જ આટલો નશો છે.' સુભાષ વિદ્યાર્થી નામના યુઝરે લખ્યું, 'ખરેખર આ તો અદ્ભુત છે. યુનિવર્સિટીના લોકોએ ચમત્કાર કરી દીધો છે. 


Google NewsGoogle News