નવા વર્ષે જ ભારતના આ રાજ્યમાં જોરદાર ભૂકંપ, ઉજવણી કરતાં લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યાં
Earthquake In Jharkhand: ઝારખંડના ઘણાં ભાગોમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. રાજધાની રાંચી અને જમશેદપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ છવાયો હતો અને દરેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
શનિવારે (બીજી નવેમ્બર) સવારે જમશેદપુરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાંચીના તામાડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે આવેલા ભૂકંપમાં લગભગ પાંચ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજતી રહી. ચાઈબાસાના ચક્રધરપુરમાં પણ ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચો: 'એક ચૂંટણીમાં સલાહ આપવા 100 કરોડ લઉં છું...', વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો
ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી
ભૂકંપનું કેન્દ્ર ઝારખંડના ખારસાવાન જિલ્લાથી 13 કિલોમીટર દૂર વિસ્તારમાં જોવા મળ્યું હતું. આજે સવારે 9:20 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું નથી.