Get The App

દિલ્હી સહિતના ચાર રાજ્યોમાં ધરા ધ્રૂજી, 6.2ની તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાનમાં નોંધાયું કેન્દ્રબિંદુ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
દિલ્હી સહિતના ચાર રાજ્યોમાં ધરા ધ્રૂજી, 6.2ની તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાનમાં નોંધાયું કેન્દ્રબિંદુ 1 - image

આજે (ગુરુવાર) દિલ્હી - NCR, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ. આ ભૂકંપના આંચકા બપોરે 2:50 મિનિટ પર અનુભવાયા હતા.

મહત્વનું છે કે, આ સિવાય જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના પીર પંચાલ વિસ્તારના દક્ષિણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, હજુ સુધી કોઈ નુકસાનીના સમાચાર મળી રહ્યા નથી.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકંપ દરમિયાન ડરો નહીં, શાન રહો. ટેબલ નીચે જાઓ અને એક હાથથી પોતાના માથાને ઢાંકો. બહાર આવ્યા બાદ બિલ્ડિંગ્સ, વૃક્ષોથી દૂર રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ ન કરો. તમે ગાડીની અંદર છો તો તેને રોકીને આંચકા અટકે ત્યાં સુધી અંદર જ રહો.


Google NewsGoogle News