ભારતના પાસપોર્ટનું કદ વધ્યું, જુઓ વિશ્વમાં કયા ક્રમે પહોંચ્યું, પ્રથમ ક્રમે ફ્રાન્સ
પાસપોર્ટ યાદીમાં ભારતને 80મું સ્થાન આપવામાં આવ્યું છે, 62 દેશોમાં વિઝા વિના પ્રવાસ થઇ શકશે
આ યાદીમાં ભારતની સાથે ઉઝબેકિસ્તાન પણ 80માં સ્થાને
World Most Powerful Passport: તાજેતરમાં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારત 80માં સ્થાને છે. જયારે ટોચનું સ્થાન 6 દેશોને મળ્યું છે. આ 6 દેશના નાગરિકો પાસે 194 સ્થળોની વિઝા ફ્રી એન્ટ્રી છે. આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાન ટોપ 100 દેશોમાં પણ સામેલ નથી.
ભારત 80માં સ્થાને
આ યાદીમાં ભારતનું સ્થાન 80મું છે. જેના કારણે ભારતીયો 62 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. વર્ષ 2023માં આ યાદીમાં ભારતનું સ્થાન 83મું હતું. જયારે આ વર્ષે ભારત સાથે ઉઝબેકિસ્તાન પણ આ યાદીમાં 80મા સ્થાને સામેલ છે. જયારે ચીનને 62મું રેન્કિંગ મળ્યું છે આ રેન્ક પર પાપુઆ ન્યુ ગિની પણ છે. તેમજ 104 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન છેલ્લા સ્થાને છે.
યાદીના ટોપ 5 દેશ
2024ની રેન્કિંગ અનુસાર પ્રથમ સ્થાને ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન છે. તેમજ 193 સ્થળોએ વિઝા ફ્રી એન્ટ્રી સાથે ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન બીજા સ્થાને છે. જયારે ત્રીજા સ્થાને ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ છે. આ યાદીમાં ચોથું સ્થાન બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ ધરાવે છે અને પાંચમાં સ્થાને ગ્રીસ, માલ્ટા અને સ્વિટ્ઝર્લેન્ડ છે.
યુરોપિયન દેશો માટે ખુશ ખબર
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સની 2024ની યાદી યુરોપિયન દેશો માટે સારા સમાચાર લઈને આવી છે. એવું પણ કહેવામાં આવે છે કે જાપાન અને સિંગાપોર વચ્ચે પ્રથમ સ્થાન માટે જંગની સ્થિતિ છે. પરંતુ આ વર્ષે યુરોપના ઘણા દેશોએ આ યાદીમાં સારું રેન્કિંગ મેળવ્યું છે. જેમાં પ્રથમ સ્થાને ચાર યુરોપિયન દેશ અને બે એશિયન દેશને સ્થાન મળ્યું છે.