ડોકલામ પર ચીન સામે ઝૂક્યુ ભૂટાન, વિદેશ મંત્રીઓની મુલાકાત બાદ ભારત ટેન્શનમાં, થશે મોટો કરાર!

ડોકલામ પર ભૂટાન જુકવાના મૂડમાં છે. તે ડોકલામ પર ચીન સાથે સમજુતી કરી શકે છે

તેનાથી ભારત માટે મુશ્કેલીઓ સર્જાશે, ભૂટાનના વિદેશ મંત્રી તાંદી દોરજી આ દિવસોમાં ચીનના પ્રવાસે છે

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ડોકલામ પર ચીન સામે ઝૂક્યુ ભૂટાન, વિદેશ મંત્રીઓની મુલાકાત બાદ ભારત ટેન્શનમાં, થશે મોટો કરાર! 1 - image


Bhutan China Meeting on Doklam: દશકોથી ભારત અને ભૂટાન વચ્ચે સારા રાજનૈતિક સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે સેન્ય ભાગીદારી પણ રહી છે. પરંતુ હવે આ મામલે પરિસ્થિતિઓ બદલાતી જોવા મળે છે. 2017 ડોકલામ માટે ભારત અને ચીન વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. જયારે હવે આ બાબતે ભૂટાન જ હવે જુકવાના મૂડમાં જોવા મળે છે. જેમાં ભૂટાન ચીન સાથે ડોકલામ બાબતે સમજુતી કરી શકે છે જેથી ભારતને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હાલ ભૂટાનના વિદેશ મંત્રી તાંદી દોરજી આ દિવસોમાં ચીનના પ્રવાસે છે. જેમાં તેમને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની મુલાકાત લીધી હતી. જેમાં સીમા વિવાદ સાથે બીજા ઘણા અન્ય વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી. 

ચીનના 12 દેશો સાથે સીમા વિવાદ 

ચીનનો કુલ 12 દેશો સાથે સીમા વિવાદ હતો, જેમાંથી તેણે 10 સાથે આ મુદ્દાનો ઉકેલ લાવી દીધો છે. હાલમાં ભારત અને ભૂટાન જ માત્ર એવા દેશો છે જેની સાથે તેનો સીમા વિવાદ ચાલે છે. જો તે ભૂટાન સાથે પણ કોઈ સમજૂતી પર પહોંચે છે, તો ભારત એકમાત્ર એવો દેશ હશે જેનો ચીન સાથે લદ્દાખ અને અરુણાચલની સીમાને લઈને વિવાદ હશે. ચીન ભૂટાનના ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ક્ષેત્રમાં 764 કિલોમીટરના વિસ્તાર પર દાવો કરી રહ્યું છે. જેમાં ડોકલામનો પણ સમાવેશ થાય છે. 

શા માટે મહત્વનું છે ડોકલામ?

વાસ્તવમાં આ વિસ્તાર ભૂટાનના ક્ષેત્રમાં આવે છે, પરંતુ ભારત આ મામલે વધુ સંવેદનશીલ રહ્યું છે. ડોકલામ એક પહાડી અને ખીણ વિસ્તાર છે જે ચીન, ભારત અને ભૂટાનની બોર્ડર પર સ્થિત છે. અહીં બનતા આવેલ ત્રિકોણ ભારતના સિલિગુડી કોરિડોરને જોડે છે, જે દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. આ સિવાય ભૂટાન સાથે વેપાર માટે પણ આ એક મહત્વપૂર્ણ માર્ગ છે. જો ચીન તેના પર નિયંત્રણ મેળવે છે તો તે ભારત માટે તણાવની બાબત બનશે કારણ કે ચીનની નજર સિલીગુડી કોરિડોર પર હશે, જેને ચિકન નેક કહેવામાં આવે છે. આ ભૌગોલિક રીતે મહત્વપૂર્ણ વિસ્તાર છે કારણ કે તે ઉત્તરમાં તિબેટની ચુમ્બી ખીણને જોડે છે.

ભારત માટે ડોકલામ પર કન્ટ્રોલ શા માટે જરુરી?

ભૂટાનની હા વેલીથી પૂર્વ અને પશ્ચિમમાં આ સિક્કિમ સાથે જોડાયેલું છે. જો ચીન અને ભૂટાન વચ્ચે સીમા કરાર થયો તો ડોકલામ પર બંને સાઈડથી ચીન કંટ્રોલ કરશે. આ જ કરને ભૂટાન કરતા ભારત ડોકલામ બાબતે વધુ સંવેદનશીલ છે. આ બાબતે ભારતનો ભૂટાન સાથે કરાર પણ છે તેમજ જયારે ડોક્લામ બાબતે વિવાદ થયો ત્યારે ભારતે ભૂટાન પાસેથી મદદ પણ માંગી હતી.  

ડોકલામ મેળવ્યા પછી ચીન બેફામ બનશે?

જો ડોકલામ ચીનના હાથમાં જશે તો તેને સૈન્ય લાભ મળશે. કોઈપણ યુદ્ધની સ્થિતિમાં તે ભૂતાનને સરળતાથી કચડી શકે છે. આ સિવાય તે ભારતની સરખામણીમાં વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ વિસ્તાર પર પણ કબજો કરશે. ચીન માટે ભારત પર દેખરેખ રાખવામાં પણ સરળતા રહેશે. જો ચીનને આ વિસ્તારમાં બાય રોડ પ્રવેશ મળશે તો તે સરળતાથી ભારતીય સીમા સુધી યુદ્ધના સાધનો લાવી શકશે. જો આવી સ્થિતિમાં યુદ્ધ થાય છે, તો ચીન ચોક્કસપણે ફાયદાકારક સ્થિતિમાં હશે. 

ભારત ભૂટાનના મંત્રીની મુલાકાત પર રાખી રહ્યું છે ચાંપતી નજર 

આ જ કારણ છે કે ભારત સતત ભૂટાનને ડોકલામ મુદ્દે કોઈ સમજૂતી ન કરવા માટે કહી રહ્યું છે. પરંતુ દોરજી સાથેની મુલાકાતમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું, ચીન ભૂટાન સાથે યોગ્ય દિશામાં કામ કરવા તૈયાર છે. અમે ઇચ્છીએ છીએ કે આ એક ઐતિહાસિક અવસર બને અને અમે તમામ વિવાદોને વહેલી તકે ઉકેલવા માંગીએ છીએ. ત્યારે ચીન અને ભૂતાનની મિત્રતા નવી દિશા લેશે.

ડોકલામ પર ચીન સામે ઝૂક્યુ ભૂટાન, વિદેશ મંત્રીઓની મુલાકાત બાદ ભારત ટેન્શનમાં, થશે મોટો કરાર! 2 - image



Google NewsGoogle News