ઉત્તરપ્રદેશના આ 2 ગામોમાં 110 વર્ષથી ઉજવાતી પથ્થરમાર દિવાળી, આ કુથા બંધ કરવા થઇ રહી છે રજૂઆત
બે ગામના લોકો પોતાની હદમાં ઉભા રહીને પથ્થર મારો કરે છે
થોડીક વાર માટે તો હિંસક તોફાન ફાટી નિકળ્યુ હોય તેવું દ્વષ્ય ઉભું થાય છે
લખનૌ,11 નવેમ્બર,2023,શનિવાર
ઉત્તરપ્રદેશ રાજયનાા બદાયું જિલ્લામાં ફૈજગંજ અને બહેતા ગામમાં એક બીજાને પથ્થર મારીને દિવાળી ઉજવવાની પરંપરા છે.આથી ગામોમાં ૧૧૦ વર્ષથી થતી દિવાળી પથ્થરમાર દિવાળી તરીકે જાણીતી છે. આ બંને ગામના લોકો પોતાના ગામની સરહદ પાસે ઉભા રહીને એક બીજા પર પથ્થરો ફેંકે છે. આ પથ્થર ફેકવાની રમત દિવાળીની બપોરથી શરુ થઇને છેક સાંજ સુધી ચાલે છે.
કેટલાક ગ્રામજનો લાકડીઓ લઇને લાઠીદાવ પણ રમે છે.જો કે આ પથ્થર માર દિવાળીના કારણે ઝગડા થતા હોવાથી આ કુપ્રથા બંધ કરવા પણ છેલ્લા કેટલાક વર્ષોથી રજૂઆત થતી રહી છે. આ પ્રથાનો ઉપયોગ લોકો જુની અદાવત કાઢવામાં પણ કરે છે. કયારેક પથ્થર વાગવાથી ઇજ્જા પણ થાય છે.
આ એક હિંસક પ્રથા છે તેની શરુઆત કેવી રીતે થઇ તે અંગે કોઇ કશું જ જાણતું નથી પરંતુ સમયની સાથે આમાં પરિવર્તન આવે તે જરુરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કસ્બામાં પથ્થર માર દીવાળી ના ઉજવાય તે માટે પોલીસે તૈયારીઓ કરી છે. આ પરંપરા કેવી રીતે શરુ થઇ તે અંગે કોઇ જાણતું નથી. (તસ્વીર પ્રતિકાત્મક)