VIDEO : રાજસ્થાનમાં ધાર્મિક સરઘસમાં પથ્થરમારો, તણાવ બાદ બજાર બંધ, ભાજપ ધારાસભ્યના ધરણાં

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
Stone Pelting Incident


Stone Pelting Incident in Rajasthan : રાજસ્થાનના શાહપુરા જિલ્લાના જહાઝપુર શહેરમાં જલઝુલાની એકાદશી પર એક યાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ ગરમાયું હતું. અચાનક થયેલા પથ્થરમારાના કારણે નાસભાગ મચી જતા બજાર બંધ થયું હતું. તેવામાં યાત્રા પણ રોકી દેવામાં આવી હતી. બીજી તરફ, મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાએ પથ્થરમારો કરનારા અન્ય સમુદાયના લોકોની ધરપકડની માંગને લઈને હોબાળો મચાવ્યો હતો.

ઘટનાસ્થળે ભાજપના ધારાસભ્યો પહોંચ્યા

ઘટનાસ્થળે ભાજપના ધારાસભ્યો પહોંચી ગયા હતા. આ દરમિયાન જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી યાત્રા ન કાઢવા જણાવ્યું હતું. ઘટનાને લઈને નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, 'શહેરમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. શહેરમાં હાલ શાંતિ છે. પથ્થરમારો કરનારાઓની શોધખોળ ચાલી રહી છે.'

લગભગ 20-25 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જેવી યાત્રા બજારમાં પહોંચી ત્યારે કેટલાક લોકોએ બૂમો પાડી કે તેને રોકો અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 20-25 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહેતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો : VIDEO | મોટી દુર્ઘટના, યુપીમાં 3 માળનું મકાન ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકા

આ શહેરમાં પણ પથ્થરમારો થયો હતો

અગાઉ બિહારના નાલંદામાં પોલીસ ટીમ પર હુમલાની ઘટના બની હતી. તાજેતરમાં ચેરો ઓપી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, ચેરો ગામમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે. આ પછી પોલીસની ટીમ ગામમાં પહોંચીને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જેમાં ગામના કેટલાક અસામાજિક તત્ત્વોએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું.


Google NewsGoogle News