મહારાષ્ટ્રમાં ફરી તણાવ: નંદુરબારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, ગાડીઓમાં આગચંપી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
Maharashtra Violence



Maharashtra News: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતા ભારે તણાવ સર્જાયો છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જો કે, પોલીસે યોગ્ય સમયે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબુ કરવા પ્રયાસો કર્યા હતા. પોલીસે લોકોને વિખેરવા માટે ટિયર ગેસના શેલ પણ છોડ્યા હતા. હાલ વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા ભારે પોલીસ દળ ખડકાવવામાં આવ્યો છે.

પોલીસે લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા

મળતી જાણકારી મુજબ, પોલીસે ટિયર ગેસના શેલ છોડતા પહેલા બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને પક્ષોમાંથી એકેય પોલીસની વાત ન માનતા ભીડ વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. હાલ આ ઘટના અંગેનો એક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં લોકો પથ્થરમારો કરતા દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ ‘અમે તેને હિન્દુ નથી માનતા...’ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદીનો ઉલ્લેખ કરી નિવેદન આપતા હોબાળો

વિસ્તારમાં અશાંતિ ફેલાઇ

પથ્થરમારાની આ ઘટના નંદુરબારના માલીવાડી વિસ્તારમાં બની હતી. પહેલા બંને પક્ષો વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો જે બાદમાં ઉગ્ર થતાં બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા ઉપરાંત ગાડીઓમાં તોડફોડ ઉપરાંત આગચંપી પણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે હાલ સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાઇ છે.

આ પણ વાંચોઃ હિન્દુઓની લાગણી સાથે રમત ! તિરુપતિ મંદિરની ‘પ્રસાદી’માં ‘નોનવેજ’ હોવાની વાત સાચી ઠરી

પોલીસે તપાસ શરૂ કરી

નંદુરબારમાં માલીવાડી વિસ્તારમાં આટલી મોટી ઘટના કઇ રીતે બની, એ તપાસનો વિષય છે. પથ્થરમારો કરનારા કોણ હતા, આગચંપી કરનારા કોણ હતા, આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે સ્થિતિને કાબુમાં રાખવા માટે ખૂબ સાવચેતી પણ રાખી રહી છે. જો કે, પોલીસ કે તંત્ર દ્વારા આ અંગે હાલ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.


Google NewsGoogle News