અર્જુન એવોર્ડ વિજેતા વેઈટલિફ્ટરનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો, પંજાબ પોલીસમાં હતા તહેનાત
બસ્તી ઇબ્રાહિમ ખાન ગામમાં 16 ડિસેમ્બરના રોજ તેણે નશામાં ફાયરિંગ કર્યું હતું
Image:File Photo |
Dead Body Of Arjuna Award Winner Senior Police Officer Found In Jalandhar : પંજાબના જલંધરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 54 વર્ષીય ડીએસપી દલબીર સિંહનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો છે. તેઓ એક પ્રખ્યાત વેઇટલિફ્ટર હતા અને તેઓને અર્જુન એવોર્ડ વડે સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. મળેલી માહિતી મુજબ બસ્તી બાવા ખેલ કેનાલ પાસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ દલબીર સિંહને તેના ઓળખીતાઓએ ડ્રોપ કર્યો હતો. તે પછી એક વાહને તેને ટક્કર મારી હતી. સ્થળ પરથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને કાર આઈડી પણ મળી આવ્યું હતું.
આર્મ્ડ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત
પોલીસના જણાવ્યા મુજબ શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન હતા. સવારે લગભગ 6:00 વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો. દલબીર સિંહ હાલમાં પંજાબના જલંધરમાં આવેલા આર્મ્ડ પોલીસ હેડક્વાર્ટરમાં તહેનાત હતા. તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારનું કહેવું છે કે તે શનિવારે સાંજે તેના મિત્રો સાથે બહાર ગયા હતા. જો કે તે આખી રાત પરત ફર્યો ન હતા.
જાહેરમાં દારૂના નશામાં લોકો પર કર્યું હતું ફાયરિંગ
દલબીર સિંહે એશિયન ગેમ્સની વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2000માં તેમને અર્જુન એવોર્ડ મળ્યો હતો. આ પહેલા તે વિવાદમાં પણ આવી ચુક્યા છે. 16 ડિસેમ્બરના રોજ તેણે બસ્તી ઇબ્રાહિમ ખાન ગામમાં ફાયરિંગ કર્યું હતું. તે જાહેરમાં ગામના સરપંચ સાથે દારૂ પીતા હતા. જયારે લોકોએ તેનો વિરોધ કર્યો તો તેણે નશામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પોલીસે દલવીર સિંહને કસ્ટડીમાં લીધા હતા. આ પછી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.