Get The App

મહાકુંભ મેળામાં બીમાર પડ્યા સ્ટીવ જોબ્સના પત્ની, કહ્યું- મેં આવી ભીડ ક્યારેય જોઈ નથી

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
મહાકુંભ મેળામાં બીમાર પડ્યા સ્ટીવ જોબ્સના પત્ની, કહ્યું- મેં આવી ભીડ ક્યારેય જોઈ નથી 1 - image


Maha Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરુ થઈ ગયો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને અનેક હસ્તિઓ જોડાઈ રહ્યા છે. આ મેળામાં એપલના સ્વર્ગસ્થ સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ પણ હાજર છે, જોકે તેઓ ભારે ભીડ જોઈને બીમાર પડ્યા હોવાની વિગતો સામે આવી છે.

ભીડ અને બદલાયેલાના વાતાવરણના કારણે લોરેન પોવેલ બીમાર

આધ્યાત્મિક ગુરુ કૈલાશાનંદ ગિરિની શિબિરમાં રહેતાં લોરેન પોવેલ(Laurene Powell Jobs)ને ભીડ તેમજ બદલાયેલા વાતાવરણને કારણે એલર્જી થઈ છે. સ્વામી કૈલાશાનંદે આજે (14 જાન્યુઆરી) કહ્યું કે, ‘લોરેન પોવેલ હાલ મારી શિબિરમાં છે. તેમણે અગાઉ ક્યારે આવી ભીડભાડવાળી જગ્યા જોઈ નથી. તેમને કેટલીક એલર્જી થઈ છે. તેઓ ખૂબ જ સરળ છે અને તમામ પરંપરાઓનું પાલન કરી રહ્યા છે.

બીમાર છતાં પોવેલની સંગમ સ્નાન કરવાની ઇચ્છા

બીમાર પડ્યા હોવા છતાં પોવેલે સંગમસ્નાન કરવા ઇચ્છે છે. તેઓ ગંગા-યમુના-સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવવાની વિધિમાં ભાગ લેવા માંગે છે. સ્વામી કૈલાશાનંદે કહ્યું કે, પોવેલ ધાર્મિક વિધિમાં ભાગ લે તે પહેલાં સ્વસ્થ થવા માટે શિબિરમાં આરામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : પ્રયાગમાં મહાકુંભમાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથના દર્શન કરવા છે? જાણો નવા નિયમો

પોવેલને શિવલિંગને સ્પર્શ કરતાં અટકાવાયા

ઉલ્લેખનીય છે કે, નિરંજની અખાડાએ લોરેન પોવેલનું નામ બદલી કમલા કર્યું છે. તેમને આચાર્ય કૈલાશ નંદગિરિ મહાત્માનું ગોત્ર પણ આપવામાં આવ્યું છે. તેઓ મહાકુંભમાં કલ્પવાસમાં સાધના કરી રહ્યા છે. આ પહેલાં પોવેલ જોબ્સે શનિવારે બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા. કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા પછી લોરેન પોવેલ જોબ્સ હવે પ્રયાગરાજ પહોંચી ગયા છે. લોરેન પોવેલ જોબ્સની કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત ચર્ચામાં આવી છે. કારણકે, આ મંદિરમાં તેમને શિવલિંગને સ્પર્શ કરતાં અટકાવવામાં આવ્યા હતા. 

લોરેનનું નામ કમલા કરવામાં આવ્યું

આચાર્ય કૈલાશ નંદગિરિ મહારાજે કહ્યું કે ‘હું માનું છું કે તેઓ અહીં અંગત કાર્યક્રમ માટે આવ્યા છે. તે અમારી દીકરી જેવી છે કારણ કે શિષ્ય દીકરી છે. અમે તેમનું નામ કમલા રાખ્યું છે. અમે તેમને અમારું ગોત્ર આપ્યું છે. તે બીજી વખત અહીં આવી છે. તે તેમના કેમ્પમાં પણ થોડા દિવસ રોકાશે. તે ગુરુજીને પ્રશ્નો પણ પૂછશે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. નિરંજની અખાડા તેમને મહામંડલેશ્વર બનાવી રહ્યા છે. મને લાગે છે કે આપણી પરંપરા આખી દુનિયામાં ફેલાઈ જવી જોઈએ. પણ પરંપરા ભૌતિકવાદી હોય, વૈચારિક હોય, કે આધ્યાત્મિક હોય, તેમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ.

આ પણ વાંચો : મહાકુંભમાં આજે અમૃત સ્નાન: નાગા સાધુ અને અખાડાના સંતો-મહંતોએ લગાવી ડૂબકી, જાણો માહાત્મ્ય


Google NewsGoogle News