રાજ્ય સરકારો પોતાની પસંદગી મુજબ પછાત વર્ગોને અનામત આપી ન શકે : સુપ્રીમ કોર્ટ

જો રાજ્ય સરકારો આમ કરશે તો તુષ્ટિકરણનો ખતરનાક ટ્રેન્ડ શરૂ થશે

સીજેઆઇ ચંદ્રચૂડના નેતૃત્ત્વવાળી સાત સભ્યોની ખંડપીઠ ઇવી ચિન્નૈયા કેસના ચુકાદાની સમીક્ષાની માગ કરતી અરજીઓની સુનાવણી કરી રહી છે

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
રાજ્ય સરકારો પોતાની પસંદગી મુજબ પછાત વર્ગોને અનામત આપી ન  શકે : સુપ્રીમ કોર્ટ 1 - image

નવી દિલ્હી : એડમિશન અને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે રાજ્ય સરકારોને અનુસુચિત જાતિ (એસસી) અને અનુસુચિત જન જાતિ (એસટી)માં ઉપ વર્ગીકરણ કરવાનો અધિકાર છે કે નહીં તેની સમીક્ષા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્ય સરકારો પછાત વર્ગોને અનામતના લાભો આપવામાં પસંદગીલક્ષી બની શકે નહીં. જો રાજ્ય સરકારો આમ કરશે તો તુષ્ટિકરણનો ખતરનાક ટ્રેન્ડ શરૂ થશે.

ઇવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના 2004ના ચુકાદાની સમીક્ષા કરવાની માગ કરતી અરજીઓની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્ત્વવાળી સાત સભ્યોની બનેલી ખંડપીઠે એટર્ની જનરલ આર વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ કપિલ સિબલ તથા રાજ્યોની તરફથી હાજર થયેલા વકીલોની દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે પછાત વર્ગોને અનામતના લાભો આપતી વખતે તે અન્યોને આ લાભથી વંચિત કરી શકે નહીં.ખંડપીઠ 23 અરજીઓની સુનાવણી કરી રહી છે જેમાં પંજાબ સરકાર દ્વારા દાખલ એક પ્રમુખ અરજી પણ સામેલ છે. આ અરજીમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના 2010ના ચુકાદાને પણ પડકારવામાં આવ્યો છે. ચિન્નૈયાના 2004ના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે અનુસુચિત જાતિઓનું કોઇ પણ ઉપ વર્ગીકરણ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર)નો ભંગ ગણાશે.

આ ચુકાદામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ફક્ત સંસદ જ બંધારણની કલમ 341 હેઠળ એસસી ગણવામાં આવતી જાતિઓને રાષ્ટ્રપતિની યાદીમાંછી બહાર કરી શકે છે.


Google NewsGoogle News