જોધપુરનું અનોખું સ્ટાર્ટઅપ, કંપની અંતિમ સંસ્કાર સેવાઓ માટે અલગ-અલગ પેકેજ કરે છે ઓફર

જોધપુરમાં એક 'અંતિમ સત્ય' નામની કંપની અંતિમ સંસ્કાર સેવા મેનેજમેન્ટનું કામ કરે છે

આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મને જીવિત રાખવાનો છે

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
જોધપુરનું અનોખું સ્ટાર્ટઅપ, કંપની અંતિમ સંસ્કાર સેવાઓ માટે અલગ-અલગ પેકેજ કરે છે ઓફર 1 - image


Funeral Startup In Jodhpur: જોધપુરમાં એક સ્ટાર્ટઅપ શરૂ થયું છે જે પોતાનામાં અનોખું છે. 'અંતિમ સત્ય' નામની આ કંપની અંતિમ સંસ્કાર માટે અલગ-અલગ પેકેજ આપી રહી છે. કંપની મૃત્યુના દિવસથી તેરમા દિવસ સુધી સેવાઓ પૂરી પાડે છે. અંતિમ સંસ્કારમાં રડવા માટે પણ કંપની લોકોની વ્યવસ્થા કરી આપે છે. 

લોકોને ધાર્મિક વિધિઓ બાબતે ઓછી જાણકારી હોવાથી શરુ કરી કંપની

વર્તમાન સમયમાં પરિવારો નાના થતા જાય છે અને ખાસ કરીને શહેરોમાં ન્યુક્લિયર ફેમિલી વધી રહી છે. જેના કારણે ચોક્કસ પ્રસંગોમાં સંબંધીઓની અછત ખાસ વર્તાય છે. એવામાં પણ જો કુટુંબમાં કોઈનું મૃત્યુ અને ત્યાર પછી થતી ધાર્મિક વિધિઓ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. એટલા માટે જોધપુરમાં કેટલાક લોકોએ મળીને 'અંતિમ સત્ય' નામની કંપની બનાવી છે જે અંતિમ સંસ્કારથી લઈને છેલ્લા 13 દિવસ સુધી અંતિમ સંસ્કાર કરે છે. આ ઉપરાંત રૂદાલીની જેમ રડતા લોકો પણ આપે છે. 

અંતિમવિધિ માટે છે અલગ-અલગ પેકેજ

અંતિમવિધિ માટે કંપનીએ અલગ-અલગ પેકેજ પણ બનાવ્યા છે, જે મુજબ સર્વિસ આપવામાં આવે છે. કંપનીના કો-ફાઉન્ડર ગજેન્દ્ર પારેકે જણાવ્યું કે વેબસાઈટ પર ટ્રાફિક આવી રહ્યો છે. આ ઉપરાંત લોકોના પ્રશ્નો પણ આવવા લાગ્યા છે. કંપનીએ બે મહિનામાં છ પરિવારોના અંતિમ સંસ્કાર કર્યા છે.

સંયુક્ત પરિવારોના વિઘટનને કારણે જરૂરિયાત

કંપનીના સહ-સ્થાપક ગજેન્દ્ર પારીકના જણાવ્યા અનુસાર, સમાજમાં સંયુક્ત પરિવારોનું વિઘટન સતત થઈ રહ્યું છે. સંયુક્ત કુટુંબો તૂટવાને કારણે વડીલોની સંગત ગુમાવી છે જેના કારણે, લોકો હવે એ પણ જાણતા નથી કે અંતિમ સંસ્કાર વખતે કઈ વિધિઓનું પાલન કરવામાં આવે છે. સનાતન ધર્મમાં દિવસનું મહત્વ છે. પરિવારમાં કોઈના મૃત્યુ પછી 15 દિવસ સુધી કઈ કઈ વિધિ થાય છે, તેની જાણકારી ન્યુક્લિયર ફેમિલી નથી હોતી. આવી સ્થિતિમાં, અમે તેમને સહકાર આપીએ છીએ અને તમામ પ્રકારની વિધિઓ કરાવીએ છીએ.

ટીમમાં તમામ પ્રકારના લોકો

ગજેન્દ્ર પારીકે જણાવ્યું હતું કે, ટીમમાં મહિલાઓ, પુરુષો, વડીલો અને પંડિતો સામેલ છે. જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આ લોકો પૂજાથી લઈને અંતિમ સંસ્કાર સુધીના તમામ કાર્યોમાં જાય છે. કંપની 12 થી 15 દિવસનું સંપૂર્ણ પેકેજ આપે છે. પેકેજની શરૂઆતી કિંમત 60 હજાર રૂપિયા છે. આ ઉપરાંત, 15 દિવસનું સંપૂર્ણ પેકેજ છે, જેમાં પૂજા, બ્રાહ્મણ ભોજન અને અન્ય ધાર્મિક વિધિઓ શામેલ છે. આ માટે કંપની દ્વારા 1 લાખ 21 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 50 હજાર રૂપિયા સુધીનું પેકેજ આપવામાં આવી રહ્યું છે.

જોધપુરનું અનોખું સ્ટાર્ટઅપ, કંપની અંતિમ સંસ્કાર સેવાઓ માટે અલગ-અલગ પેકેજ કરે છે ઓફર 2 - image


Google NewsGoogle News