Get The App

મહાકુંભ બાદ વધુ એક મેળામાં નાસભાગ, મધ્યપ્રદેશના દમોહમાં મંદિરમાં ભારે ભીડ તૂટી પડી

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
મહાકુંભ બાદ વધુ એક મેળામાં નાસભાગ, મધ્યપ્રદેશના દમોહમાં મંદિરમાં ભારે ભીડ તૂટી પડી 1 - image


Stampede in Madhya Pradesh: મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં સ્થિત જાગેશ્વર નાથ ધામ મંદિરમાં વસંત પંચમીના મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા અહેવાલ છે. ભીડ વચ્ચે થયેલી નાસભાગમાં કચડાઈ જવાથી ચાર મહિલાઓ અને એક છોકરી ઈજાગ્રસ્ત થયા છે, તે બધાને સારવાર માટે દમોહની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  

પોલીસે સ્થિતિને કાબુમાં લીધી

અહેવાલો અનુસાર, વસંત પંચમીના અવસર પર હજારો ભક્તો ભગવાન જગેશ્વર નાથને જળ ચઢાવવા માટે દમોહ જિલ્લાના બંદકપુર પહોંચે છે. આવી સ્થિતિમાં સોમવારે અહીં ભારે ભીડ એકઠી થઈ હતી. હજારો ભક્તો મંદિરમાં પ્રવેશ કરવા માંગતા હતા. ગેટની બહાર ખૂબ જ ભીડ હતી. આ અચાનક ગેટ ખુલવાથી લોકો અંદર જવા માટે દોડી ગયા અને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર મહિલાઓ અને એક છોકરી ઈજાગ્રસ્ત થઈ હતી. બધાને દમોહ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી છે.

આ પણ વાંચો: અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા 3 હેવાન પકડાયા, દારૂના નશામાં ઘટનાને અંજામ આપ્યો હતો


સવારથી જ મંદિરમાં ભગવાન ભોલેનાથને જળ ચઢાવવા માટે ભક્તોની લાંબી કતાર લાગી હતી. દિવસની શરૂઆત મંદિરના પુજારીઓ દ્વારા ભગવાન ભોલેનાથની ભવ્ય આરતીથી થઈ, ત્યારબાદ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. પહેલા પાણી આપવાની દોડ દરમિયાન ભાગદોડ મચી હતી. જો કે, સદનસીબે પોલીસ દળ ત્યાં પહેલેથી જ હાજર હતું અને વિશાળ ભીડને સમયસર કાબુમાં લેવામાં આવી. હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે.

મહાકુંભ બાદ વધુ એક મેળામાં નાસભાગ, મધ્યપ્રદેશના દમોહમાં મંદિરમાં ભારે ભીડ તૂટી પડી 2 - image


Google NewsGoogle News