Get The App

દિલ્હી સ્ટેશન પર 15 લોકોના મોતથી વ્યથિત છું : PM મોદી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
દિલ્હી સ્ટેશન પર 15 લોકોના મોતથી વ્યથિત છું : PM મોદી 1 - image


- પ્રયાગરાજની કેટલીક ટ્રેનો મોડી પડતા કુંભના શ્રધ્ધાળુની ભીડ બેકાબુ થતાં કરુણ દુર્ઘટના સર્જાઈ

- રેલવે સ્ટેશનના બ્રિજ પર પણ નાસભાગ, અનેક લોકો નીચે પટકાયા અને ગભરામણમાં માર્યા ગયાની શક્યતા : મૃત્યુઆંક વધવાની ભીતિ

- 10થી વધુ મુસાફરો ઘાયલ, રેલવેએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા, જોકે વ્યવસ્થાને લઇને પણ અનેક સવાલો ઉઠયા

નવી દિલ્હી: મહાકુંભમાં જવા ઉમટેલા શ્રદ્ધાળુઓની ભીડે નવી દિલ્હી સ્ટેશન પર 18 લોકોનો જીવ લઈ લીધો. મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પ્લેટફોર્મ 15 અને 16 પર એકાએક ભીડ વધી જતા દુર્ઘટના સર્જાઈ હતી. PM મોદીએ આ મોટી દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા લખ્યું કે નવી દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડથી વ્યથિત છું. મારી સંવેદનાઓ એ તમામની સાથે જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ એ તમામની મદદ કરે જે લોકો આ ભાગદોડમાં પ્રભાવિત થયા છે.

રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી આ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યુ હતું. રાજનાથ સિંહે કહ્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડના કારણે થયેલા મોતથી હું દુઃખી છું. આ ક્ષણે મારી સંવેદના મૃતકોના પરિવારની સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના. 

તો બીજી બાજુ વીક સક્સેનાએ લખ્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર  લોકોના મૃત્યુ થયા તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ચીફ સેક્રેટરી અને પોલીસ કમિશ્રનરને ઘટનાસ્થળે ઉપસ્થિત રહેવાના આદેશ આપી દેવાયા છે.

નવી દિલ્હી સ્ટેશન પર નાસભાગના મૃતકોની યાદી 

1. આહા દેવી (79 વર્ષ), બિહાર

2. પિંકી દેવી (41 વર્ષ), દિલ્હી

3. શીલા દેવી (50 વર્ષ), દિલ્હી

4. વ્યોમ (25 વર્ષ), દિલ્હી

5. પૂનમ દેવી (40 વર્ષ), બિહાર

6. લલિતા દેવી (35 વર્ષ), બિહાર

7. સુરુચી (11 વર્ષ), બિહાર

8. કૃષ્ણા દેવી (40 વર્ષ), બિહાર

9. વિજય સાહ (15 વર્ષ), બિહાર

10. નીરજ (12 વર્ષ), બિહાર

11. શાંતિ દેવી (40 વર્ષ), બિહાર

12. પૂજા કુમાર (8 વર્ષ), બિહાર

13. સંગીતા મલિક (34 વર્ષ), હરિયાણા

14. પૂનમ (34 વર્ષ), દિલ્હી

15. મમતા ઝા (40 વર્ષ), દિલ્હી

16. રિયા સિંહ (7 વર્ષ), દિલ્હી

17. બેબી કુમારી (24 વર્ષ) દિલ્હી.

18. મનોજ (47 વર્ષ), દિલ્હી

મૃતકોમાં ત્રણ બાળકો અને 10 મહિલાઓ

હાલ મહાકુંભમાં ભારે ભીડ જોવા મળી રહી છે, બહુ જ મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઇ રહ્યા છે. જોકે ભારે ભીડને કારણે પ્રયાગરાજ તરફ જનારી અન્ય રાજ્યોની ટ્રેનોમાં ભારે ભીડને કારણે કેટલાક અકસ્માત સામે આવી રહ્યા છે. આવો જ એક મોટો અકસ્માત દિલ્હી રેલવે સ્ટેશન પર સામે આવ્યો છે. દિલ્હી રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ જનારાઓની ભીડ બેકાબુ થઇ જતા ધક્કામુક્કી થઇ હતી, આ ઘટનામાં આશરે 18 લોકોના મોત નિપજ્યા છે જેમાં ત્રણ બાળકો તેમજ ૧૦ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે અનેક મુસાફરો ઘવાયા છે જેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. 

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રાત્રે આઠ વાગ્યાના અરસામાં બહુ જ મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થઇ ગયા હતા. ભીડ એટલી હતી કે રેલવે સ્ટેશન પર પગ મુકવાની પણ જગ્યા નહોતી રહી. જેને કારણે અનેક લોકો બેભાન થઇ ગયા હતા, આ ઘટનાને પગલે રેલવે સ્ટેશન બહાર મોટી સંખ્યામાં એમ્બ્યુલંસ તેમજ ફાયર બ્રિગેડની ટીમોને તૈનાત કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલીક દિલ્હીના જેપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, હોસ્પિટલ તરફથી જાહેર નિવેદન મુજબ ઘાયલોમાં 18 લોકોના મોત નિપજ્યા છે. 

કેવી રીતે થઈ દુર્ઘટના

પ્રાપ્ત અહેવાલો અનુસાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪ અને ૧૫-૧૬ પર આ ઘટના બની હતી. ઘટનાને પગલે અનેક મુસાફરો મહાકુંભની ટ્રેન ચુકી ગયા હતા, રેલવે સ્ટેશન બહાર મુસાફરોએ કહ્યું હતું કે અમને હવે અંદર જતા અટકાવવામાં આવી રહ્યા છે. ધક્કામુક્કીને કારણે કેટલીક ટ્રેનોમાં વિલંબ થયો હતો. એવા અહેવાલો છે કે પ્રયાગરાજ તરફ જનારી ટ્રેનો મોડી પડતા ભીડ વધી ગઇ હતી.  બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ, દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેટલાક મુસાફરોના ગભરામણને કારણે તો કેટલાકના બ્રીજની નીચે પડવાથી મોત થયાના અહેવાલો છે. એક રિપોર્ટ મુજબ મૃતકોમાં ત્રણ બાળકો અને ૧૦ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને દિલ્હીના જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ લઇ જવાયા હતા, હોસ્પિટલ તરફથી જણાવ્યું છે કે કુલ ૧૫ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૧૦ જેટલા લોકો ઘવાયા છે.  ઘટનાના કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે, રેલવે સ્ટેશનના બ્રિજ પર ભારે ધક્કામુક્કી અને દોડધામ થઇ હતી. દરમિયાન મહાકુંભમાં ફરી આગની ઘટના સામે આવી છે. શનિવારે સેક્ટર ૧૯માં આગ લાગી હતી જેને કારણે સાતથી આઠ તમ્બુ બળીને ખાખ થઇ ગયા હતા.


Google NewsGoogle News