Get The App

VIDEO : રામ મંદિરની બનાવટમાં છેડછાડ શા માટે થઈ? આવું બોલતા જ સ્ટેજ તૂટી પડ્યું, પૂર્વ સાંસદ પણ પટકાયા

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
VIDEO : રામ મંદિરની બનાવટમાં છેડછાડ શા માટે થઈ? આવું બોલતા જ સ્ટેજ તૂટી પડ્યું, પૂર્વ સાંસદ પણ પટકાયા 1 - image

Ram Mandir Ayodhya : એક તરફ આખા દેશમાં અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે. તો બીજી તરફ કેટલાક લોકો હજુ પણ રામ મંદિરને લઈને સવાલ ઉઠાવવા અને વિવાદ ઉભો કરવાનું કામ કરી રહ્યા છે. બિહારમાં પૂર્વ સાંસદ અલી અનવર અંસારીએ એક જનસભા દરમિયાન રામ મંદિર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સવાલ કર્યો કે રામ મંદિરની બનાવટમાં છેડછાડ શા માટે થઈ? ત્યારબાદ સ્ટેજ તૂટવાની ઘટના બની હતી.

બિહારના ગયામાં અતરી પ્રખંડના ડિહુરી ગામમાં પસમાંદા વંચિત મહાસંગઠને 18 જાન્યુઆરી 2024એ સ્વાતંત્રતા સેનાની અબ્દુલ ક્યૂમ અંસારીની 51મી પુણ્યતિથિ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં પસમાંદા વંચિત મહાસંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ અલી અનવર અંસારી પણ સામેલ હતા.

સભા ચાલી રહી હતી અને આયોજિત સભાના સ્ટેજથી એક વક્તા સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વક્તાએ શ્રી રામ ભગવાન અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા, ત્યારબાદ આખું સ્ટેજ ધરાશાયી થઈ ગયું. આ ઘટના દરમિયાન સ્ટેજ પર બેઠેલા લોકો જમીન પર પટકાયા. મંપડતા જ પૂર્વ સાંસદના પગમાં ઈજા થઈ હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સ્ટેજ પડ્યા બાદ જમીન પર ટેબલ લગાવીને સભાને ફરીથી શરૂ કરવામાં આવી. સભાને સંબોધિત કરતા પૂર્વ સાંસદ અલી અનવર અંસારીએ કહ્યું કે, અમે અહીંના લોકોને પૂછ્યું હતું કે સ્ટેજ તૂટશે તો નહીંને તો લોકોએ કહ્યું હતું કે, સ્ટેજ તૂટશે નહીં. અમે મજાકમાં કહ્યું હતું કે ખુબ ઠંડી છે અને તે ધ્રૂજી રહ્યું છે અને ત્યાં જ સ્ટેજ તૂટી પડ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.



Google NewsGoogle News