SSC કોન્સ્ટેબલ જીડી એક્ઝામ 2025ની તારીખો જાહેર, વાંચીલો સત્તાવાર નોટિફિકેશન
SSC Constable GD 2025 Examination : સ્ટાફ સિલેક્શન કમિશને કોન્સ્ટેબલ GD 2025ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જેમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs), SSFમાં કોન્સ્ટેબલ (GD), આસામ રાઈફલ્સમાં રાઈફલમેન (GD) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સહિતની વિવિધ 39,481 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી હતી .ભરતીની પરીક્ષાની તારીખને લઈને SSCની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in પરથી જાણકારી મેળવી શકાશે.
સ્ટાફ સિલેક્શન કમિશને કોન્સ્ટેબલ GD 2025ની આગામી ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા યોજાશે. જેમાં આગામી 4 થી 7, 10 થી 13, 17 થી 21 અને 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ યોજાવનારી પરીક્ષા અંગે ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ પરથી જાણકારી મેળવી શકશે. આ પરીક્ષા ઓનલાઈન એટલે Computer Based Test લેવામાં આવશે. જેમાં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, સામાન્ય જ્ઞાન અને જનરલ અવેરનેસ, ગણિત અને ભાષાના વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષામાં કુલ 80 પ્રશ્નોમાં 1 પ્રશ્નના 2 માર્ક લેખે કુલ 160 માર્કની પરીક્ષા લેવાશે. જેમાં દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ રહેશે. 60 મિનિટનો પરીક્ષાનો સમયગાળો રહેશે.
આ માન્ય 13 થી વધુ ભાષામાં યોજાશે પરીક્ષા
આ પરીક્ષા ઉમેદવારો પોતાની પ્રાદેશિક ભાષામાં આપી શકશે. જેમાં અંગ્રેજી, હિન્દી સહિતની 13 પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરાયો છે. જેમાં આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં ઉમેદવારો પરીક્ષા આપી શકશે. ભરતી પ્રક્રિયામાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા ( Computer Based Test), ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST) અને તબીબી પરીક્ષા-દસ્તાવેજ ચકાસણી કરાશે.
આ પણ વાંચો: મમતા બેનરજીના નજીકના TMC નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા, CCTVમાં ઘટના કેદ
39,481 પોસ્ટ પર ભરતી
- BSF: 15654 પોસ્ટ
- CISF: 7145 પોસ્ટ
- CRPF: 11541 પોસ્ટ
- SSB: 819 પોસ્ટ
- ITBP: 3017 પોસ્ટ
- AR: 1248 પોસ્ટ
- SSF: 35 પોસ્ટ
- NCB: 22 પોસ્ટ