3 વર્ષથી કાશ્મીરમાં આતંક ફેલાવતો પાક આતંકી ઠાર, લશ્કરના કમાન્ડર સજ્જાદનો રાઈટ હેન્ડ હતો
Top Terrorist Abu Usman encounters in Srinagar : કાશ્મીરમાં ફરી માથું ઉંચકતા આતંકવાદને ડામવામાં કામે લાગેલી સુરક્ષા એજન્સીઓને શનિવારે બે મોટી સફળતાઓ મળી છે. સુરક્ષા દળોએ માત્ર શ્રીનગરમાં જ નહીં પરંતુ એક મોટા આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. તેમજ આ સાથે જેણે તાલિબાન સાથે અફઘાનિસ્તાનમાં નાટો દળો સામે લડી ચુકેલા લશ્કરના કમાન્ડર અબુ ઉસ્માન ઉર્ફે છોટા વાલીદને પણ ઠાર કર્યો હતો.
16 જુલાઈએ ડોડામાં શહીદ થયેલા આર્મી ઓફિસરના મૃતદેહ સાથે ક્રૂરતા આચરનાર આતંકવાદી અરબાઝ મીરની દક્ષિણ કાશ્મીરના અનંતનાગના હલકન ગલીમાં ઠાર કરવામાં આવ્યો છે. તે આ વર્ષે પાકિસ્તાનથી આતંકવાદી બનીને પરત ફર્યો હતો.
આ પણ વાંચો : VIDEO: હરિયાણામાં ચાલતી કારમાં આગ લાગતા પિતા અને બે પુત્રીના મોત, ત્રણની સ્થિતિ ગંભીર
ત્રણ વર્ષથી માથાનો દુખાવો બન્યો હતો
અબુ ઉસ્માન ત્રણ વર્ષથી કાશ્મીરમાં સુરક્ષા દળો માટે માથાનો દુખાવો બની ગયો હતો. જે ઉત્તર અને મધ્ય કાશ્મીરમાં સક્રિય વિવિધ આતંકવાદીઓએ વચ્ચે કોઓડિનેટરની ભૂમિકા ભજવવાની સાથે સાથે લઘુમતીઓ, બિન-નિવાસી નાગરિકો અને પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કિલિંગનો મુખ્ય સુત્રધાર હતો.
અબુ ઉસ્માન અને અરબાઝ પર લાખોનું ઈનામ હતું
શનિવારે કાશ્મીરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટર થયા હતા. એક એન્કાઉન્ટર શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં થયું હતું જ્યાં અબુ ઉસ્માન માર્યો ગયો હતો અને બીજી દક્ષિણ કાશ્મીરના હલકન ગલી લાર્નુ અનંતનાગમાં થઈ હતી. હલકન ગલીમાં અરબાઝ મીર અને જાહિદ અહેમદ રેશી નામક સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા છે. અબુ ઉસ્માન આતંકવાદી હતો જેના પર 15 લાખ અને અરબાઝ 5 લાખ રૂપિયાનું ઈનામ હતું.
અબુ ઉસ્માન સાજિદ જટ્ટથી ખૂબ નજીક હતો
કાશ્મીરમાં નવા આતંકવાદીઓની ભરતી કરવા ઉપરાંત તે આતંકવાદીઓનું નેટવર્ક પણ ફરીથી તૈયાર કરી રહ્યો હતો. તે પાકિસ્તાન સ્થિત લશ્કરના કમાન્ડર અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો રાઈટ હેન્ડ સૈફુલ્લા ઉર્ફે સજ્જાદ જટ્ટ ઉર્ફે સાજિદ જટ્ટથી ખૂબ નજીક હતો.
જ્યારે તે પહેલીવાર કાશ્મીરમાં આતંક મચાવવા આવ્યો ત્યારે તે સજ્જાદ જટ્ટ સાથે આવ્યો હતો. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, અબુ ઉસ્માનનું મોત કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ અને સરહદ પાર બેઠેલા તેમના હેન્ડલર માટે એક ઝટકા સમાન છે.
જો આજે તેને ઠાર કરવામાં ન આવ્યો હોત તો, શ્રીનગરમાં મોટા આત્મઘાતી હુમલાને અટકાવવા મુશ્કેલ બનત. તે હુમલા માટે આતંકવાદીઓને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યો હતો અને તેમને લૉન્ચ કરતા પહેલા જ માર્યો ગયો.