જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, TRFનો એક આતંકવાદી ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કેથોહેલાન વિસ્તારમાં આ અથડામણની ઘટના બની હતી

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, TRFનો એક આતંકવાદી ઠાર મરાયો 1 - image

Jammu & Kashmir Encounter News | જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કેથોહલાન વિસ્તારમાં સેનાએ TRFS સાથે જોડાયેલા એક આતંકવાદીને ઠાર માર્યો હોવાનો દાવો કર્યો છે. અહેવાલ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કેથોહેલાન વિસ્તારમાં આ અથડામણની ઘટના બની હતી. 

અનેક હથિયાર અને દારૂગોળો કબજે લેવાયો 

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિત અનેક ગુનાહિત સામગ્રી મળી આવી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRF સાથે જોડાયેલા એક આતંકવાદીને ઠાર માર્યો હતો. હુમલામાં હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. જોકે શોધખોળ ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, TRFનો એક આતંકવાદી ઠાર મરાયો 2 - image


Google NewsGoogle News