Video | જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ દાલ સરોવરમાં 5 હાઉસબોટમાં લાગી ભીષણ આગ, 3નાં મોત
આગને કારણે કરોડો રૂપિયાની સંપત્તિ પણ બળીને રાખ થઈ ગઇ હતી
ત્રણ મૃતદેહોને કબજે લેવાયા છે
image : Twitter |
Jammu Kashmir House Boat Fire | જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન કેન્દ્ર દાલ સરોવરમાં ચાલતી હાઉસબોટમાં શનિવારે ભીષણ આગની ઘટના બની. આ ઘટનામાં ત્રણ સહેલાણીઓના મોતના અહેવાલ મળી રહ્યા છે. આગને કારણે કરોડો રૂપિયાની સંપત્તિ પણ બળીને રાખ થઈ ગઇ હતી. ત્રણ મૃતદેહોને કબજે લેવાયા છે.
મૃતકોમાં કોણ કોણ સામેલ?
અધિકારીઓએ કહ્યું કે 9 નંબરના ઘાટ નજીક બળી ગયેલી હાલતમાં ત્રણ શબ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ એક પુરુષ અને એક મહિલા તરીકે થઇ હતી. જોકે ત્રીજાની અત્યાર સુધી કોઈ જાણકારી મળી નથી. આગની લપેટમાં લગભગ પાંચ હાઉસબોટ અને પાંચ ઝુંપડા આવી ગયા હતા. હાલ આગનું કારણ જાણી શકાયું નથી.
ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે હાઉસબોટ
ઉલ્લેખનીય છે કે દલ સરોવરમાં ચાલતી હાઉસબોટ ઐતિહાસિક મહત્ત્વ અને સાંસ્કૃતિક મૂલ્ય માટે જાણીતી છે. તે દુર્ઘટના સમયે કિનારે જ ઊભી હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો.